
Ramesh S Patel નામના ફેસબુક યુઝર દ્વારા તા. 5 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “देखो भारतवासियों… मोदी और भाजपा से पाकिस्तान के प्रांत बलूचिस्तान के नागरिकों को कितनी उम्मीद है?????? भाजपा सत्ता में वापस आए तब पाकिस्तान के टुकड़े होंगे ही ….. और बलूचिस्तान को आजाद मोदी ही करवाएंगे। ऐसा भरोसा बलूचिस्तान के नागरिकों को है। तो फिर हम भारतवासियों का तो श्री नरेंद्र मोदी पर भरोसा होना ही है। जय हो… वंदे मातरम । रमेश पटेल राजकोट।“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 133 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 11 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા, તેમજ 51 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.
સંશોધન
સૌથી પહેલા અમે આ વિડિયોને ધ્યાનથી સાંભળ્યો તો અમને સ્પષ્ટ હિંદીમાં નારા સંભળાય છે કે “सोफी साहब आगे बढ़ो हम तुम्हारे साथ है |” બલુચીસ્તાનમાં હિંદીમાં આટલા સ્પષ્ટ નારા લગાવવામાં આવે તે વાત માનવામાં ન હતી આવતી. કારણ કે, બલુચિસ્તાનમાં સામાન્ય રીતે ઉર્દુ, પશ્તો અથવા બ્રાહુઈ ભાષા બોલવામાં આવતી હોય છે. હિંદીમાં વાત કરવી ત્યા મુશ્કેલ છે. તો અમે એવી આશંકા ગઈ કે આ વિડિયો ભારતની જ કોઈ જગ્યાનો છે. હવે વિડિયોમાં સ્પષ્ટપણે સંભળાય છે કે સોફી સાહેબના નારા લગાવવામાં આવે છે, અને ભાજપનો ઝંડો પણ વિડિયોમાં દેખાય છે. તો અમે ગૂગલ પર “SOFI BJP” લખતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં સંશોધન કરતા અમને ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયોને મળતો એક વિડિયો અમને મળ્યો હતો. જેને “Fastkashmir” નામના એક પેજ પર મુકવામાં આવ્યો હતો. પરંતુ આ વિડિયોમાં નીચે લખવામાં આવ્યુ હતુ કે, “ભાજપના ઉમેદવાર સોફી યૂસુફે સંસદીય ચૂંટણી માટે દક્ષિણ કશ્મીરમાં અંનતનાગથી પોતાની ઉમેદવારી નોધાવી”
અંગ્રેજીમાં લખવામાં આવ્યુ હતુ કે,
‘Video, BJP Candidate Sofi Yousuf files nomination form for Parliamentary polls in South Kashmir’s Anantnag’

ઉપરોક્ત વાતની સત્યતા તપાસવા અમે ગૂગલ પર “BJP Candidates in Jammu Kashmir list” તો અમને નીચે મુજબના પરિણામ મળ્યા હતા.

“નવભારત” દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જમ્મૂ-કશ્મીરની લોકસભા-2019ના ઉમેદવારનું લીસ્ટ મળ્યું હતું, જેમા સોફી યૂસુફનુ નામ છે.

નામની ખાત્રી કર્યાબાદ અમે ભાજપ જમ્મૂ કશ્મીરના ઓફિશીયલ ટ્વિટર એકાઉન્ટની મુલાકાત લેતા અમને 31 માર્ચ 2019ના કરવામાં આવેલી ટ્વિટ મળી હતી, જેમાં ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલો વિડિયો અમને મળ્યો હતો, અને લખવામાં આવ્યુ હતુ કે, “ભીડ દ્વારા નારા લગાવવામાં આવી રહ્યા છે, અને અનંતનાગ સાસંદીય ક્ષેત્રના ઉમેદવાર શ્રી. સોફી યૂસુફ તેમના હજારો સમર્થકો સાથે લોકસભા ચૂંટણી માટે તેમની ઉમેદવારી નોધાવી રહ્યા”

બંને વિડિયોના વિશ્લેષળ માટે અમે બંને વિડિયોની સરખામણી નીચે કરી છે.
આમ, ઉપરોક્ત પડતાલ પરથી એ જાણવા મળ્યુ હતુ કે, ઉપરોક્ત પોસ્ટમાં જે વિડિયો મુકવામાં આવ્યો છે તે પાકિસ્તાનના બલૂચિસ્તાનનો નહિં પરંતુ દક્ષિણ કશ્મીરના અંનતનાગના બીજેપીના ઉમેદવાર સોફી યૂસુફ સોફીના ઉમેદવારી પત્ર ભરે છે, ત્યારનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. ઉપરોક્ત વિડિયો પાકિસ્તાનના બલૂચિસ્તાનનો નહિં પરંતુ દક્ષિણ કશ્મીરના અંનતનાગના બીજેપીના ઉમેદવાર સોફી યૂસુફ સોફીના ઉમેદવારી પત્ર ભરે છે, ત્યારનો છે.

Title:શું ખરેખર પાકિસ્તાનમાં પણ ભાજપના સર્મથકોએ ઉજવણી કરી..? જાણો શું છે સત્ય.
Fact Check By: Frany KariaResult: False
