
ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના પેજ દ્વારા 8 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “કાશ્મીરમાં આતંકીઓ ભાજપા માં જોડાયા, હવે ઇ સારા થઈ જશે..પહેલા આતંકી ગણાતા..શેયર કરો લા..મૂર્ખ ભક્ત ક્યાં?” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 550 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 29 લોકો દ્વારા પોતાના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા, તેમજ 959 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ઉપરોક્ત પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભાજપમાં આંતકવાદીઓ જોડાયા.
ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા દાવાની તપાસ કરવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ પોસ્ટમાં શેર કરવામાં આવેલી ફોટોને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામ મળ્યા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને એક ટ્વિટ મળ્યું હતું. चौकीदार Ravinder Raina દ્વારા 9 ડિસેમ્બર 2018ના રોજ ટ્વિટ કરવામાં આવ્યું હતું અને સાથે 3 ફોટો પણ શેર કરવામાં આવ્યા હતા, જેમાં લખવામાં આવ્યું હતું કે, Top Muslim Leaders in J&K join bjp આ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાંનો એક ફોટો દાવામાં શેર કરવામાં આવેલો ફોટો હતો. જે આપ નીચે જોઈ શકો છો.
Top Muslim Leaders in J&K join BJP, @narendramodi G Zindabaad @AmitShah G Zindabaad @rammadhavbjp G Zindabaad pic.twitter.com/mTovw4XeUI
— चौकीदार Ravinder Raina (@RavinderBJPJK) December 9, 2018
ઉપરોક્ત પોસ્ટ જમ્મુ-કશ્મીરની હોવાનું જાણવા મળતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહીને આગળ વધારી હતી, અને જમ્મુ-કશ્મીરના ઓફિશિયલ ફેસબુક પેજની મુલાકાત લેતા અમને 9 ડિસેમ્બર 2018ના શેર કરવામાં આવેલી પોસ્ટનો વીડિયો પ્રાપ્ત થયો હતો, જમ્મુ-કશ્મીરના ત્રિકુટ્ટા નગરમાં ભાજપના કાર્યાલય ખાતે જોઈનીંગ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં ઉપરોકત પોસ્ટમાં બતાવવામાં આવેલા ફોટોમાંના હોદેદારો આ જોઈનીંગ પોગ્રામમાં આવ્યા હતા અને તેઓ ભાજપમાં સામેલ થયા હતા. આ તમામ હોદેદારો આંતકવાદી નહિ પરંતુ જુદી-જુદી પોલિટીકલ પાર્ટીના વડા હોવાનું આ જોઈનીંગ પ્રોગ્રામમાં જણાવવામાં આવી રહ્યું હતું. જે આપ નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ આંતકવાદી ભાજપમાં નથી જોડાયા, ફોટોમાં દેખાડવામાં આવતા લોકો જમ્મુ-કશ્મીરની અલગ-અલગ પાર્ટીના હોદેદારો છે, જે ભાજપમાં જોડાયા હતા.
