શું ખરેખર કોંગ્રેસ દ્વારા 72 હજારના ફોર્મ ભરાવવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

મોટાભાઈ બેફામ નામના પેજ દ્વારા 22 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગરીબો પાસે કોંગ્રેસે 72000ના ફોર્મ ભરાવ્યા પસી બધા ફોર્મ કચરા પેટીમાં” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 182 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, જયારે 5 લોકો દ્વારા આ પોસ્ટ પર મંતવ્ય જણાવવામાં આવ્યા હતા, તેમજ 56 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.

ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ અમે ગૂગલ પર રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા.

GOOGLE SEARCH.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ કોઈ સચોટ પરિણામ પ્રાપ્ત થયા ન હતા. જો કોંગ્રેસ દ્વારા  72 હજાર માટે ફોર્મ બહાર પાડ્યા હોય તો તે સમાચાર મિડિયામાં આવ્યા જ હોય બાદમાં અમે ગૂગલ પર “congress 72 thousand form distribution” લખતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા.

GOOGLE SEARCH 1 .png

ARCHIVE

ઉપરોક્ત પરિણામમાં પણ કોંગ્રેસ દ્વારા 72 હજાર માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યા હોવાનું અમને ક્યાંય જાણવા મળ્યુ ન હતું, તેથી અમે કોંગ્રેસની ઓફિશીયલ વેબ સાઈટની મુલાકાત કરી હતી. ત્યાં પણ અમને કોઈ ફોર્મ બહાર પાડવામાં આવ્યા હોય તેવું જાણવા મળ્યુ ન હતુ.

અમે અમારી પડતાલને આગળ વધારી અને અમે આ અંગે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી જોડે વાત કરી હતી અને આ અંગે પુછતા તેમને અમને જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ દ્વારા આ પ્રકારના કોઈ ફોર્મ જ બહાર પાડવામાં નથી આવ્યા. ફોર્મ બહાર પાડવામાં જ નથી આવ્યા તો ફેકી દેવાની વાત સાવ ખોટી છે, ભાજપ દ્વારા આ પ્રકારે ખોટા મેસેજ વાયરલ કરવામાં આવતા હોય છે.

MANISH DOSHI STATEMENT.png

કોંગ્રેસ દ્વારા કોઈ ફોર્મ બહાર પાડવામાં જ નથી આવ્યા તો ફોર્મ કચરામાં ફેકી દેવાની વાત સાવ પાયાવિહોણી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, કોંગ્રેસ દ્વારા કોઈ ફોર્મ બહાર પાડવામાં જ નથી, આવ્યા તો ફોર્મ ફેંકી દેવાની વાત સાવ પાયા વિહોણી છે.

Avatar

Title:શું ખરેખર કોંગ્રેસ દ્વારા 72 હજારના ફોર્મ ભરાવવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: False