શું ખરેખર સુરેન્દ્રનગરમાં જેસીબી ચાલકે કર્યો પોલીસ પર હુમલો…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

‎‎Vijay Thakor ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 18 નવેમ્બર, 2019    ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સુરેદ્રનગર માં પોલીસ ઉપર JCB thi હૂમલો લૂખ્ખાઓને એમની ભાષામાં જવાબ આપવા બદલ ધન્યવાદ… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સુરેન્દ્રનગરમાં જેસીબી ચાલક દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો તેના આ સીસીટીવી ફૂટેજ છે. આ પોસ્ટને 12 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 777 થી વધુ લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ફેસબુક પર અન્ય કેટલાક લોકો દ્વારા પણ આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે કરવામાં આવેલા દાવા મુજબ સુરેન્દ્રનગરમાં પોલીસ પર જેસીબી ચાલક દ્વારા હુમલો કરવામાં આવ્યો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ ગુગલનો સહારો લઈ સુરેન્દ્રનગરમાં પોલીસ પર હુમલો સર્ચ કરતાં મળેલ પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમે અમારી તપાસ આગળ વધારી હતી અને સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને પોલીસ સ્ટેશનમાં ફરજ પરના કર્મચારી સાથે આ ઘટના અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, આ પ્રકારની કોઈ જ ઘટના સુરેન્દ્રનગરમાં બનવા પામી નથી. આ વીડિયો પણ સુરેન્દ્રનગરનો નથી. મારી માહિતી પ્રમાણે આ વીડિયો રાજસ્થાનના જોધપુરમાં પોલીસ પર થયેલા હુમલાનો છે. કોઈ ઠગબાજો દ્વારા આ વીડિયો સાથે ખોટી રીતે સુરેન્દ્રનગરનું નામ લખીને માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.

ત્યાર બાદ અમે અમારી તપાસને આગળ વધારતાં ગુગલ પર ફરીથી पुलीस पे किया जेसीबी से हमला  સર્ચ કરતાં અમને મળેલા પરિણામોમાં અમને જનસત્તા દ્વારા 14 નવેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, રાજસ્થાનના જોધપુરમાં એક પેટ્રોલપંપ પર નશામાં આવી ચડેલા એક જેસીબી ચાલકે પેટ્રોલપંપને તોડી નાંખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ પેટ્રોલપંપ સંચાલક દ્વારા પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પીધેલા જેસીબી ચાલકને સમજાવવાની કોશિશ કરી હતી. જો કે, જેસીબી ચાલક માન્યો ન હતો અને જેસીબી થકી પોલીસવાનને ટક્કર મારી હતી. બાદમાં તે ત્યાંથી જેસીબી લઈ ભાગી ગયો હતો. પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ જેસીબી ચાલકને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.jansatta.com-2019.11.22-19_01_07.png

Archive

આ સમાચારને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

etvbharat.compatrika.combhaskar.com
ArchiveArchiveArchive

અમારી વધુ તપાસમાં અમને News Tak દ્વારા 13 નવેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા વીડિયો સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જેમાં પણ એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટના રાજસ્થાનના જોધપુરના ભોજાસર પોલીસમથકની હદમાં બની હતી. જેમાં પીધેલા જેસીબી ચાલક દ્વારા જેસીબીથી પોલીસવાન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સુરેન્દ્રનગરનો નહીં પરંતુ રાજસ્થાનના જોધપુરનો છે. જેમાં પીધેલા જેસીબી ચાલક દ્વારા પોલીસવાન પર હુમલો કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સુરેન્દ્રનગરનો નહીં પરંતુ રાજસ્થાનના જોધપુરનો છે. જેમાં પીધેલા જેસીબી ચાલક દ્વારા પોલીસવાન પર હુમલો કરવામાં આવ્યો હતો.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર સુરેન્દ્રનગરમાં જેસીબી ચાલકે કર્યો પોલીસ પર હુમલો…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False