
Divya Bhaskarનામના ફેસબુક પેજ દ્વારા 6 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટના શીર્ષકમાંએવો દાવો કરવામાં આવ્યો છે કે,શોકિંગસેલિબ્રેશન : દોસ્તોએઉજવણીનાઉન્માદમાંબર્થડેબોયનેનીચેપટકીનેગડદાપાટુનોમારમાર્યો, જન્મદિવસેજીગરીમિત્રોએજજીવલીધોહોવાનીઆશંકા. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 5300 લોકોએ લાઈક કરી હતી,352લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા તેમજ 1200 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.

Facebook| Archive| Photo Archive
સંશોધન
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવા માટે સૌપ્રથમ અમે યુટ્યુબનો સહારો લીધો અનેDeath of Birth Day Boy સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

ઉપરના પરિણામોમાં અમને TV9 Telugu અને VGYANયુટ્યુબ ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા. જેમાં અમને જાણવા મળ્યું કે, જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મિત્રો દ્વારા બર્થ ડે બોયને પીટવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેનું મોત નીપજ્યું હતું. પરિણામોમાં ઘણી બધી જગ્યાએ આ વીડિયો શેર કરી બર્થ ડે બોયનું મોત નીપજ્યું હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળ્યા હતા.તમે નીચેની લિંક પર આ વીડિયોના સમાચારને જોઈ શકો છો.
ઉપરના પરિણામોમાં પણ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબજન્મદિવસે મિત્રોના મારથી જ બર્થ ડે બોયનું મોત થયું છે એવું ક્યાંય સાબિત થતું હોવાની માહિતી મળતી ન હોવાથી અમે અમારી તપાસને આગળ વધારી હતી.
અમને ટ્વિટર પર ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ દ્વારા પણ આ વીડિયોને શેર કરવામાં આવ્યો હોવાનું પ્રાપ્ત થયું હતું. પરંતુ સેહવાગ દ્વારા આ વીડિયોને ડિલીટ પણ કરી દેવામાં આવ્યો હતો.

ત્યાર બાદ વધુ તપાસમાં અમને રઘુરાજસિંઘ નામના એક ટ્વિટર પરથી જાણવા મળ્યું હતું કે, જે વ્યક્તિનો ઉપરોક્ત પોસ્ટમાં મરી ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે એ એનો મિત્ર છે અને એનું મોત નથી થયું અને એ રઘુરાજનો હોસ્ટેલનો મિત્ર છે તેમજ તે હાલમાં તેમનીજોડે હોસ્ટેલ પર રહે છે અને જીવિત છે. જે તમે નીચે જોઈ શકો છો.

આમ, ઉપર ટ્વિટરમાં થયેલી વાતચીત પરથી એ સ્પષ્ટ થઈ જાય છે કે, જે વ્યક્તિનો પોસ્ટના વીડિયોમાં મરી ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો એ ખોટો છે અને એ વ્યક્તિ હજુ જીવિત છે. ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું કે, આ વીડિયો જેની બર્થ ડે પાર્ટીનો છે એનો એક મિત્ર છે Deepak Aanjna.
ત્યાર બાદ અમને અમારી વધુ તપાસમાં દીપક આંજણાનો મોબાઈલ નંબર પ્રાપ્ત થયો હતો અને અમે દીપક જોડે આ વીડિયો અંગે વાત કરી તો તેણે અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો ડિસેમ્બર, 2018 નો છે અને આ વીડિયો મારી કોલેજના મારા જુનિયર મિત્રના જન્મદિવસનો છે. વીડિયોમાં જે રીતે દેખાઈ રહ્યું છે તે રીતે કોઈ જ ઘાતક રીતે માર મારવામાં નથી આવ્યો અને અમારી કોલેજમાં લગભગ અમે આ રીતે બધાના જન્મદિવસની ઉજવણી કરીએ જ છીએ. આ વીડિયો ભારત દેશનો નહીં પરંતુ બિસકેક, કિઝીકિસ્તાનની એક કોલેજનો છે. અને વીડિયોમાં દેખાતો વ્યક્તિ મારો મિત્ર જ છે અને એ મારી સાથે જ ભણે છે અને હાલમાં એ જીવિત છે.”

વધુ તપાસમાં અમને દિપક આંજણા દ્વારા ટ્વિટરનો એક સ્ક્રિનશોટ પણ મોકલવામાં આવ્યો હતો કે જેમાં વિરેન્દ્ર સેહવાગ દ્વારા ટ્વિટ કરવામાં આવેલા આ વીડિયોમાં દાવો કરવામાં આવેલો વ્યક્તિ પોતે એવું જણાવે છે કે, સર આ વીડિયો મારી બર્થ ડે પાર્ટીનો જ છે પણ હું જીવિત છું. તમે મહેરબાની કરીને આ પોસ્ટને ડિલીટ કરો મને બહુ જ તકલીફ પડે છે. ત્યાર બાદ વિરેન્દ્ર સેહવાગ દ્વારા આ પોસ્ટને ડિલીટ કરી દેવામાં આવી હતી. ટ્વિટર પરની આ માહિતી તમે નીચે જોઈ શકો છો.

અમારા સિવાય આ વીડિયોની સત્યતાની તપાસ આજ તક દ્વારા પણ કરવામાં આવી હતી જે તમે નીચેની લિંક પર જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી તપાસમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, આ વીડિયો ડિસેમ્બર, 2018 નો છે અને વીડિયોમાં જેને માર મારવામાં આવી રહ્યો છે એ વ્યક્તિ જીવિત છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર મિત્રોના મારથી થયું બર્થ ડે બોયનું મોત…?જાણો સત્ય
Fact Check By: Dhiraj VyasResult: False
