Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “PM care ફન્ડ માટે દરેક ઘરમાંથી 100 રૂપિયા ઉઘરાવવાનું ભાજપ કાર્યકરો ને હુકમ કરાયો મારે ત્યાં લેવા આવશે તો ફન્ડ નહિ પણ એના જેવો જ એક શબ્દ મળશે.” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 238 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પીએમ કેર ફંડ માટે ભાજપના કાર્યકરોને દરેક ઘર માંથી 100 રૂપિયા ઉઘરાવવા આદેશ કરવામાં આવ્યો.

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર भाजपा कार्यकर्ताओं को पीएम केयर फंड के लिए प्रत्येक घर से 100 रुपये इकट्ठा करने का आदेश दिया गया था લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને નવભારત ટાઇમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ભાજપના એક કરોડ કાર્યકર્તાઓ પીએમ કેર ફંડમાં 100-100 રૂપિયાનું દાન કરશે.તેમજ 10 લોકોને આ કરવા કહેશે.

NAVBHARAT TIMES | ARCHIVE

ત્યારબાદ અમને ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા તારીખ 30 માર્ચ 2020ના તેમના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, “હું આપ સૌને અપીલ કરું છું કે તમે પીએમ કેર ફંડમાં તમારૂ યોગદાન આપો. આપણો નાનો ટેકો મોટો ફાળો આપી શકે છે. ભાજપના દરેક કાર્યકરને પીએમ કેર ફંડમાં ઓછામાં ઓછું 100 રૂપિયાનું યોગદાન આપવા વિનંતી કરું છું. અને દસ અન્ય લોકોને પણ યોગદાન આપવા પ્રેરણા આપો.

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, પીએમ કેર ફંડમાં દાન કરવા માટે ફક્ત ભાજપાના કાર્યકર્તાઓને વિંનતી કરવામાં આવી હતી. તેમજ 10 લોકોને પ્રેરણા આપવા જણાવવામાં આવ્યુ હતુ. પરંતુ દરેક ઘરે જઈને 100રૂપિયા ઉઘરાવવાની વાત તદ્દન ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પીએમ કેર ફંડમાં દાન કરવા માટે ફક્ત ભાજપાના કાર્યકર્તાઓને વિંનતી કરવામાં આવી હતી. તેમજ 10 લોકોને પ્રેરણા આપવા જણાવવામાં આવ્યુ હતુ. પરંતુ દરેક ઘરે જઈને 100રૂપિયા ઉઘરાવવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર PM કેર ફંડ માટે દરેક ઘરમાંથી 100 રૂપિયા ઉઘરાવવા આદેશ...? આ જાણો શું છે સત્ય...

Fact Check By: Yogesh Karia

Result: False