
ભાજપાના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી કોંગ્રેસમાં જોડાયા…? જાણો સત્ય…
ગત તારીખ 1 એપ્રિલના રોજ ફેસબુકમાં “પાટીદાર ન્યુઝ EVERY DAY PATIDAR NEWS” નામના પેજ પર કોઈ સમાચાર પત્રના હવાલાથી “ધૂંધવાયેલા અડવાણી, મુરલી મનોહર જોશી કોંગ્રેસમાં જોડાતા ભાજપ સ્તપ્ઘ” પોસ્ટ મૂકવામાં આવી હતી, જે પોસ્ટ પર 300થી વધુ લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા, 47 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા, 248 થી વધુ લોકોએ આ પોસ્ટને શેર કરી હતી.
આ પોસ્ટની સત્યતા તપાસવી ખૂબ જ જરૂરી જણાતા અમે આ પોસ્ટમાં કરવામાં આવેલો પ્રથમ દાવો ચેક કર્યો હતો, અને ગૂગલની મદદ લીધી હતી, “advani and murli manohar joshi joined congress.?” સર્ચ કરતા અમને ઘણા પરિણામો મળ્યા હતા, પરંતુ એક પણ પરિણામમાં લાલકૃષ્ણ અડવાણી કે મુરલી મનોહર જોષીએ ભાજપા છોડ્યું હોવાનું કે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી હોવાનું જાણવા મળ્યું ન હતું.

ત્યારબાદ યુ ટ્યૂબ પર પણ અમે ઉપરોક્ત પોસ્ટ અંગે સત્યતા તપાસવાનું નક્કી કર્યું હતું અને ત્યાં પણ અમે “advani and murli manohar joshi joined congress.?” લખતા અમને ઘણા પરિણામો મળ્યા હતા, પરંતુ યુ ટયૂબમાં ઉપરોક્ત પોસ્ટને લગતા અમને કોઈ પરિણામો મળ્યા ન હતા..

જો કે, આ પોસ્ટ અંગે અમે હજુ પણ પડતાલ/તપાસ કાર્યવાહી ચાલુ રાખતા અમને લાલકૃષ્ણ અડવાણી દ્વારા 4 એપ્રિલના રોજ લખવામાં આવેલો બ્લોગ મળ્યો હતો, તેમાં તેમણે જણાવ્યું હતું કે, “Nation First, Party Next, Self-Last” And in all situations, I have tried to adhere to this principle and will continue to do so. આમ, પોતાના બ્લોગમાં અડવાણીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, સૌથી પહેલા દેશ ત્યાર બાદ પાર્ટી (ભાજપા) અને ત્યાર બાદ હું, કોઈ પણ પરિસ્થિતીમાં મેં સિંધ્ધાતનું હમેશાં પાલન કર્યું છે, અને આગળ પણ આ જ સિંધ્ધાતનું પાલન કરીશ.. ઉપરોક્ત પોસ્ટ 1 એપ્રિલના રોજ શેર કરવામાં આવી છે, જયારે લાલકૃષ્ણ અડવાણી દ્વારા આ બ્લોગ 4 એપ્રિલના શેર કરવામાં આવ્યો છે. માટે ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે.

લાલકૃષ્ણ અડવાણીએ લખેલા બ્લોગને વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
BLOG ORIGINAL LINK | ARCHIVE
ત્યાર બાદ અમે ભાજપાની ઓફિશિયલ વેબસાઈટ “https://www.bjp.org” પર પહોંચી આ અંગેની સત્યતા તપાસી હતી તો ભાજપા દ્વારા પણ 4 એપ્રિલે લાલકૃષ્ણ અડવાણીના આ બ્લોગને શેર કરવામાં આવ્યો હતો, અને લખવામાં આવ્યું હતું કે “Press release by BJP senior Leader, Shri L.K. Advani ji Inbox” જો 1 એપ્રિલે લાલકૃષ્ણ અડવાણીએ ભાજપામાંથી રાજીનામું આપી દીધું હોય તો 4 એપ્રિલે ભાજપા તેમની ઓફિશિયલ વેબસાઈટ પર બ્લોગ કયા કારણોસર મૂકે..?

પરિણામ
ઉપરોક્ત પોસ્ટમાં મુરલી મનોહર જોશી અને અડવાણી ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયાનો દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, હાલ પણ બંને નેતાઓ ભાજપ સાથે જ જોડાયેલા છે.
છબીઓ : ગૂગલના માધ્યમથી

Title:ભાજપાના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી કોંગ્રેસમાં જોડાયા…? જાણો સત્ય…
Fact Check By: Frany KariaResult: False
