
સંદેશ નામના વેબ પોર્ટલ દ્વારા તારીખ 12 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “જૂનાગઢમાં હપ્તાખાઉં પોલીસની ગુંડાગર્દી, મીડિયાકર્મીઓ પર કર્યો લાઠીચાર્જ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટને 11404 લોકો દ્વારા શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, જૂનાગઢ પોલીસ દ્વારા પત્રકાર પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. ખૂબ જ ઝડપથી વાયરલ થતી આ પોસ્ટ અંગે પડતાલ કરવી જરૂરી હતી, તેથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
જો પત્રકાર પર હુમલો થયો હોય તો, તે ખૂબ મોટી વાત છે. તેથી સૌપ્રથમ અમે ગૂગલ પર “જૂનાગઢમાં પત્રકાર પર હુમલો” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પોસ્ટ પરથી જાણવા મળ્યુ હતુ કે, જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ચૂંટણીનું રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું, અને રાજકોટથી તમામ ઈલેકટ્રોનિક મિડિયાની ટીમ આ ચૂંટણીના કવરેજ માટે ગઈ હતી. સાંજ સુધીતો તમામ કાર્યવાહી શાંતીપૂર્ણ રીતે ચાલી પરંતુ બાદમાં જ્યારે સાંજના સમયે પોલીસ દ્વારા પત્રકારો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જે વાતની નોધ તમામ મિડિયા દ્વારા લેવામાં આવી હતી.





આ ઉપરાંત પોલીસે પત્રકાર પર હુમલો કર્યાની વાત સામે આવતા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિઘ ઘટના સ્થળે પહોંચી હતા તેમને પણ સ્વિકાર્યુ હતુ કે, આ ઘટનાની ચોક્કસ તપાસ કરવામાં આવશે. જે આપ નીચેના વિડિયોમાં જોઈ શકો છો.
આ ઉપરાંત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ ટ્વીટ કરી આ ઘટનાને વખોડી હતી, અને જણાવ્યુ હતુ કે, જૂનાગઢમાં પોલીસ દ્વારા પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો.
भाजपा के शासन में यह कैसा लोकतंत्र ? गुजरात के ज़ुनागढ़ में मीडिया कर्मीओ पर जमकर लाठीया चलाई गई । ज़िम्मेवार के ख़िलाफ़ कड़े क़दम उठाने की हम माँग करते है । pic.twitter.com/jq1QXJ32CG
— Shaktisinh Gohil (@shaktisinhgohil) May 12, 2019
પોલીસ દ્વારા પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો તેનો લાઈવ વિડિયો પણ અમને પ્રાપ્ત થયો હતો, જે આપ નીચે જોઈ શકો છો, લગભગ 6-7 પોલીસ દ્વારા બે પત્રકારો પર લાઠીઓ વરસાવવામાં આવી રહી હોવાનુ જોવા મળી રહ્યુ છે.
પરિણામ,
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ સાચી સાબિત થાય છે. જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીનું કવરેજ કરવા ગયેલા પત્રકારો પર પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેની તમામ મિડિયા દ્વારા નોંધ લેવામાં આવી હતી.

Title:શું ખરેખર જૂનાગઢમાં પોલીસ દ્વારા પત્રકારો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો..?
Fact Check By: Frany KariaResult: True
