શું ખરેખર અમિતાભ બચ્ચનને લઈ કરવામાં આવેલા તમામ દાવાઓ સત્ય છે….? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Mohammed Bismillah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2020ના Navsari-My City (New) નામના ફેસબુક પેજ પર “અમિતાભ બચ્ચનની નાટકબાજી  અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બન્નેને સિમટોમેટિક કોરોના છે.એટલે કે બીમાર નહી, હળવો.(પ્રાથમિક સટેજ). એમની પાસે 3 બંગલા છે, જેના 18 રુમ છે, 2 મીની ICU છે અને 2 ફેમીલી ડોક્ટર 24 કલાક છે.(પ્રાયવેટ). સિમટોમેટિક કોરોનાના દર્દી મેડીકલ એડવાઈઝ અને સરકારની ગાઇડલાઇન મુજબ પોતાના ઘેર કોરોનટાઇન રહી શકે છે. આ બંન્ને પોતાના ઘરમાં બધા જ સાધન,સગવડ હોવાછતાં નાણાવટી હોસ્પીટલમાં એડમીટ થયા……કેમ ? એડમીટ થયા બાદ સીનીયર બચ્ચન ટ્વીટ પર ટ્વીટ કરી રહ્યા છે અને દરેક ટવીટમાં *નાણાવટી હોસ્પીટલ*, તેના ડોકટરો અને નર્સોના વખાણ કરી રહયા છે. વારંવાર *નાણાવટી*….. કેમ ? કેમ કે, અમિતાભ બચ્ચન Radiant ગૃપમાં રોકાણકાર છે અને Radiant ગૃપમાં ડાયરેક્ટર છે. Radiant ગૃપ *નાણાવટી હોસ્પીટલનું* માલિક છે. આ હોસ્પિટલનું માલિક આ ગૃપ છે. નાણાવટી હોસ્પીટલ છેલ્લા 3-4 મહિનાથી 10માંથી 7 દર્દીઓને કોરોના બતાવીને લૂંટી રહી હતી. કારણ વગર લાંબો સમય એડમીટ રાખીને લાખો રુપિયાના બીલ બનાવી રહી હતી. *નાણાવટી હોસ્પીટલની* છાપ અને આબરુ ખરાબ થઇ ગયા હતા. નાણાવટી હોસ્પીટલની છાપ અને આબરુ બચાવવા માટે અમિતાભ બચ્ચનને આ અભિનય અને નાટક કરવા પડયા !! મસ્ત નાટક, મસ્ત ડાયલોગ અને મસ્ત અભિનય !! Forwarded as Received.” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 30 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. “આ પોસ્ટમાં અમિતાભ બચ્ચનને લઈ ઘણા દાવાઓ કરવામાં આવ્યા હતા.”  

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટ અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ સોશિયલ મિડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેની તપાસ કરવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ઉપરોક્ત પોસ્ટમાં અમિતાભ બચ્ચનને લઈ ઘણા દાવાઓ કરવામાં આવી રહ્યા હતા. 

દાવા નંબર 01 : અમિતાભ બચ્ચન રેડિયન્ટ ગ્રુપમાં ડાયરેક્ટર છે. 

અમિતાભ બચ્ચન રેડિયન્ટ લાઈફ કેર પ્રાઈવેટ લિમિટેડમાં ડાયરેક્ટર છે કે કેમ તે અંગે જાણવા પ્રયત્ન કર્યો હતો. સૌપ્રથમ અમે કંપનીની ઓફિશીયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. બોર્ડ મેમ્બર ઓફ ઓર્ગેનાઈઝેશનની યાદીમાં અમિતાભ બચ્ચનનું નામ ક્યાંય જોવા મળ્યુ ન હતુ. બોર્ડ ઓફ ડારેક્ટર્સની યાદી તમે નીચે જોઈ શકો છો. 

BOARD OF DIRECTORS

મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ (MCA) વેબસાઇટ જે કંપનીઓ અધિનિયમ, 1956, 2013 અને અન્ય બીલ અને નિયમો દ્વારા ભારતમાં કોર્પોરેટ બાબતોનું નિયમન કરે છે તે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે બચ્ચન રેડિયન્ટ લાઇફ કેર પ્રાઇવેટ લિમિટેડ સાથેના ડિરેક્ટર નથી.

MINISTRY OF CORPORATE AFFAIRS

ડાઈરેક્ટર આઈડિફીકેશન નંબર (DIN) શું છે.? 

તે તે કંપનીને ફાળવવામાં આવેલ એક અનન્ય ઓળખ નંબર છે જે કંપનીના હાલના ડિરેક્ટર છે અથવા કંપની એક્ટ 1956 ની કલમ 266 એ અને 266 બી અનુસાર કંપનીના ડિરેક્ટર તરીકે નિમણૂક લેવાનો ઇરાદો ધરાવે છે (2006 ના એક્ટ નંબર 23 મુજબ સુધારેલ છે.)

દાવા નંબર 02 : અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા બાદ ડોક્ટરો અને નર્સોના વખાણ કરી રહ્યા છે.

જ્યારથી અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા બાદ એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, હોસ્પિટલમાં દાખલ થયા બાદનો આ વિડિયો છે. પરંતુ આ વિડિયો પહેલાનો હોવાનુ અમારી પડતાલમાં સાબિત થયુ છે.

ABP ASMITAએ નાણાવટી હોસ્પિટલના હવાલાથી તારીખ 16 જૂલાઈ 2020ના સમાચાર પ્રસારિત કર્યા હતા અને તે અનુસાર અમિતાભ બચ્ચનની તબીયત સુધારા પર છે. 

ત્યારબાદ અમે નાણાવટી હોસ્પિટલના પીઆરઓનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ તદ્દન ખોટો અને પાયાવિહોણો દાવો છે, અમિતાભ બચ્ચનને લો-સિન્ટમ્સ કોરોના છે અને તેમની આઈસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, અમિતાભને લઈ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા તમામ ખોટા છે. તેમજ એક પણ દાવો સાચો સાબિત થચો નથી.

Avatar

Title:શું ખરેખર અમિતાભ બચ્ચનને લઈ કરવામાં આવેલા તમામ દાવાઓ સત્ય છે….? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False