
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કા બાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઔરૈયામાં જાહેર સભા કરી. તે જાહેર સભાની ટૂંકી વિડિયો ક્લિપ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અખિલેશે કાયદો પોતાના હાથમાં લેનારાઓને સપાને સમર્થન આપવાની વાત કરી હતી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો એડિટ કરવામાં આવ્યો છે. અખિલેશ યાદવે વાર્તા સંભળાવતા કહ્યું કે જેમણે કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લેવી છે અને કાયદાનું પાલન નથી કર્યું, તેમણે સપાને મત ન આપવો જોઈએ.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bjp news નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અખિલેશે કાયદો પોતાના હાથમાં લેનારાઓને સપાને સમર્થન આપવાની વાત કરી હતી.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
સૌપ્રથમ અમે યુટ્યુબ પર કીવર્ડ સર્ચ કરીને તપાસ શરૂ કરી. અમને 16 ફેબ્રુઆરીના રોજ નવભારત ટાઈમ્સની ચેનલ પર પ્રસારિત થયેલ ઓરિજનલ વીડિયો મળ્યો હતો. આ સાથે આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, “અખિલેશ યાદવ યુપીના ઔરૈયામાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા છે. અને આ તે જાહેર સભાનો લાઈવ વિડીયો છે.”
આમાં, તમે 19.39 થી 20.01 મિનિટ સુધી વાયરલ થતી વિડિયો ક્લિપ જોઈ શકો છો. નોંધપાત્ર રીતે, આમાં અખિલેશ યાદવ કહી રહ્યા છે કે “જેમણે કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લેવી છે, તેઓ કાયદાનું પાલન કરતા નથી, તેઓએ સમાજવાદી પાર્ટીને મત ન આપવો જોઈએ”. જે લોકો ગરીબોને અન્યાય કરવા માંગે છે, તેમણે સમાજવાદી પાર્ટીને મત ન આપવો જોઈએ.
તમે નીચે આપેલા તુલનાત્મક વિડિયોમાં વાયરલ વિડિયો અને મૂળ વિડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
તમને જણાવી દઈએ કે 16 ફેબ્રુઆરીના રોજ અખિલેશ યાદવે ઔરૈયાના કાકોરના તિરંગા મેદાનમાં દિબિયાપુર અને ઔરૈયાના ઉમેદવારોના સમર્થનમાં જનસભા કરી હતી. તેમાં તેમણે પોતાની પાર્ટીના ઢંઢેરામાં આપેલા વચનો વાંચ્યા.
તેમાં તેમણે મફત અનાજ, રોજગાર, મોંઘવારી અને ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી હતી. આ સાથે તેમણે અન્ય ઘણા મુદ્દાઓ પર વાત કરી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો એડિટ કરવામાં આવ્યો છે. અખિલેશ યાદવે વાર્તા સંભળાવતા કહ્યું કે જેમણે કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લેવી છે અને કાયદાનું પાલન નથી કર્યું, તેમણે સપાને મત ન આપવો જોઈએ.

Title:શું અખિલેશ યાદવે કહ્યું – “જે લોકો કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લેવા માંગે છે, તેઓએ સપાને મત આપવો જોઈએ..?”
Fact Check By: Yogesh KariaResult: False
