PM નરેન્દ્ર મોદીનો G7 સમિટનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

Altered રાજકીય I Political રાષ્ટ્રીય I National

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં જર્મનીમાં G7 સમિટમાં હાજરી આપી હતી, ત્યા તેમણે જૂદા-જૂદા દેશના વડાઓ સાથે ફોટો પણ પડાવ્યા હતા. ત્યારે બે ફોટો વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક ફોટોમાં મધ્ય પ્રધાનમંત્રી ઉભેલા જોવા મળે છે અને અન્ય ફોટોમાં છેલ્લે ઉભેલા જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે ઉભેલા ફોટો ઓરિજનલ છે જ્યારે બીજો ફોટો ફેક છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ઓરિજનલ ફોટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંતમાં ઉભેલા છે. વડાપ્રધાન મોદી વચ્ચે ઉભેલા ફોટો એડિટીંગ કરેલો છે. જેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Azad Yuva નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 June 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે ઉભેલા ફોટો ઓરિજનલ છે જ્યારે બીજો ફોટો ફેક છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને હિન્દુસ્તાન ટાઈમ્સના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલો ઓરિજનલ ફોટ પ્રાપ્ત થયો હતો. જેમાં પ્રધાનમંત્રી અંતમાં ઉભેલા જોવા મળે છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

તેમજ અમે વધુ તપાસ કરતા અમને પીએમ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ પર ઓરિજનલ ફોટો પ્રાપ્ત થયો હતો. જેમાં પણ નરેન્દ્ર મોદી અંતમાં ઉભેલા જોવા મળે છે. જે પણ તમે નીચે જોઈ શકો છો.

પીએમ વેબસાઈટ

તેમજ તમે ઓરિજનલ ફોટો અને એડિંટીંગ ફોટો વચ્ચેનો તફાવત નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, ઓરિજનલ ફોટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંતમાં ઉભેલા છે. વડાપ્રધાન મોદી વચ્ચે ઉભેલા ફોટો એડિટીંગ કરેલો છે. જેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:PM નરેન્દ્ર મોદીનો G7 સમિટનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Altered