
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિમાનમાં મુસાફરી કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા અને રાઘવ ચડ્ડાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાના હાથમાં દારુની બોટલ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા અને રાઘવ ચડ્ડાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. વાસ્તવિક ફોટોમાં ક્યાંય પણ દારુની બોટલ નજરે પડતી નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા 03 ઓક્ટોમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બેવડી પાર્ટી… આને વોટ ક્યારેય ન દેવાય, નસેડી AAP.. B ટિમ… વોટ ફક્ત કોંગ્રેસ ને જ હો વાલા... આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાના હાથમાં દારુની બોટલ છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ ફોટો આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડા દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર પર 01 ઓક્ટોમ્બર, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ફોટોમાં તમે જોઈ શકો છો કે, ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ રાઘવ ચડ્ડાના હાથમાં દારુની બોટલ દેખાતી નથી.
રાઘવ ચડ્ડા દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટને મનીષ સિસોદિયા દ્વારા રિટ્વિટ પણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો અને ઓરિજીનલ ફોટોને ધ્યાનથી જોતાં અમને એ જાણવા મળ્યું હતું કે, આમ આદમી પાર્ટીના બંને નેતાઓની આગળની સીટમાં ભાજપની ટોપી પહેરીને જે વ્યક્તિ બેઠેલો છે એ પણ ઓરિજીનલ ફોટોમાં અલગ છે. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો એડિટેડ છે.
નીચે તમે પોસ્ટમાં મૂકવવામાં આવેલા એડિટેડ ફોટો અને ઓરિજીનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા અને રાઘવ ચડ્ડાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. વાસ્તવિક ફોટોમાં ક્યાંય પણ દારુની બોટલ નજરે પડતી નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર વિમાનમાં બેઠેલા આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાના હાથમાં દારુની બોટલ હતી…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Altered
