બિહાર સરકારે શાળાની રજાઓ રદ કરી નથી, પરંતુ તેમાં ઘટાડો કર્યો છે. બિહાર શિક્ષણ વિભાગે શાળાની રજાઓ 23 થી ઘટાડીને 11 કરી દીધી છે. 22 થી 24 ઓક્ટોબર સુધી દુર્ગા પૂજાની રજા આપવામાં આવી છે. 12 નવેમ્બરે દિવાળીની રજા આપવામાં આવી છે. 19 થી 20 નવેમ્બર સુધી છઠ પૂજાની રજા આપવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “બિહારમાં રાજ્ય સરકારે શાળાની રજાઓમાં મોટો ફેરફાર કરીને દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજાની રજાઓ રદ કરી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Saurashtra Satya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 ઓગસ્ટ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બિહારમાં રાજ્ય સરકારે શાળાની રજાઓમાં મોટો ફેરફાર કરીને દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજાની રજાઓ રદ કરી છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વાયરલ દાવાની સત્યતા જાણવા માટે, ગૂગલ પર સંબંધિત કીવર્ડ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને 30 ઓગસ્ટ, 2023ના રોજ આજતકની વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “બિહારમાં શાળાની રજાઓ આ વર્ષના બાકીના દિવસો માટે 23 થી ઘટાડીને 11 કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે બિહારની શાળાઓમાં દિવાળીથી છઠ પૂજા સુધી એટલે કે 13 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી રજા હતી. નવા આદેશ મુજબ હવે 9 દિવસની રજા ઘટાડીને 4 દિવસ કરવામાં આવી છે. હવે સરકારી શાળાઓમાં દિવાળીની રજા 12 નવેમ્બરે, ચિત્રગુપ્ત પૂજાની રજા 15 નવેમ્બરે અને છઠ પૂજાની રજા 19 અને 20 નવેમ્બરે રહેશે. એ જ રીતે, દુર્ગા પૂજા નિમિત્તે શાળાઓમાં 6 દિવસની રજા રાખવામાં આવતી હતી, પરંતુ હવે તેમાં રવિવાર ઉમેરીને 3 દિવસની રજા કરવામાં આવી છે.

તેમજ વધુ તપાસ દરમિયાન, અમને એએનઆઈના ટ્વિટર એકાઉન્ટ પર બિહાર શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલ એક પરિપત્ર મળ્યો. ANIએ 30 ઓગસ્ટ 2023 ના રોજ સકુર્લરનો ફોટો ટ્વિટ કર્યો હતો, જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, "બિહાર શિક્ષણ વિભાગે સપ્ટેમ્બર અને ડિસેમ્બર વચ્ચે સરકારી શાળાઓમાં તહેવારોની રજાઓની સંખ્યા 23 થી ઘટાડીને 11 કરી દીધી છે." નવા પરિપત્ર મુજબ 22 થી 24 ઓક્ટોબર સુધી દુર્ગા પૂજાની રજા આપવામાં આવી છે. 12મી નવેમ્બરે દિવાળીની રજા આપવામાં આવી છે. 19 થી 20 નવેમ્બર સુધી છઠ પૂજાની રજા આપવામાં આવી છે.

Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને 1 સપ્ટેમ્બર, 2023ના રોજ દૈનિક જાગરણની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા અહેવાલ પ્રાપ્ત થયો હતો, જે અહેવાલમાં માહિતી આપવામાં આવી હતી કે, “બિહાર રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ગોપ જૂથના જિલ્લા એકમ, શાળાની રજાઓ રદ કરવાથી નારાજ, બ્લોક રિસોર્સ સેન્ટર યુનિટ પાસે ગુસ્સે પ્રદર્શન કરશે. શુક્રવાર. બિહાર રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ગોપ જૂથના જિલ્લા પ્રમુખ ધર્મ ચંદન રજક અને સચિવ અનિલ કુમાર સિંહે સંયુક્ત રીતે જણાવ્યું કે બિહાર સરકારના નિર્દેશો પર બિહારમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાની રજાઓ રદ કરવાને કારણે શિક્ષકોમાં ભારે નારાજગી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બિહાર સરકારે શાળાની રજાઓ રદ કરી નથી, પરંતુ તેમાં ઘટાડો કર્યો છે. બિહાર શિક્ષણ વિભાગે શાળાની રજાઓ 23 થી ઘટાડીને 11 કરી દીધી છે. 22 થી 24 ઓક્ટોબર સુધી દુર્ગા પૂજાની રજા આપવામાં આવી છે. 12 નવેમ્બરે દિવાળીની રજા આપવામાં આવી છે. 19 થી 20 નવેમ્બર સુધી છઠ પૂજાની રજા આપવામાં આવી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:બિહારમાં દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજાની રજાઓ રદ કરવામાં આવી નથી... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: Missing Context