શું ખરેખર રાજ્યસભામાં કોંગ્રેસ પાસે બહુમત છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કૃષિ અધ્યાદેશને લઈ ભાજપ-કોંગ્રેસની સાંઠ-ગાઠ બતાવવામાં આવી રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપ પાસે લોકસભામાં અને કોંગ્રેસ પાસે રાજ્યસભામાં બહુમત છે અને બંને દ્વારા સાથે મળી કૃષિ અધ્યાદેશ પાસ કરવામાં આવ્યો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, રાજ્યસભામાં કોંગ્રેસ પાસે બહુમતી હોવાની વાત તદ્દન ખોટી છે. તેમજ કોંગ્રેસ દ્વારા કૃષિ કાયદાનો શરૂઆતથી જ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Kiran Singhal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 જાન્યુઆરી 2021ના Jignesh mevani followers  નામના ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભાજપ પાસે લોકસભામાં અને કોંગ્રેસ પાસે રાજ્યસભામાં બહુમત છે અને બંને દ્વારા સાથે મળી કૃષિ અધ્યાદેશ પાસ કરવામાં આવ્યો છે.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે લોકસભામાં કેટલી બેઠક છે અને કોની પાસે કેટલી બેઠક છે તે જાણવા પ્રયત્ન કર્યો હતો. આથી અમે લોકસભાની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. 

દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, ભાજપા સાસે 302 અને કોંગ્રેસ પાસે 51 બેઠક લોકસભામાં છે. જ્યારે 35 અન્ય પક્ષો પાસે બાકીની બેઠકો છે. લોકસભાનો આ ચાર્ટ તમે નીચે જોઈ શકો છો. 

લોકસભા

ત્યારબાદ રાજ્યસભાની બેઠકો વિશે માહિતી મેળવવા અમે રાજ્યસભાની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. ત્યાંથી અમને જાણવા મળ્યુ હતુ કે, રાજ્યસભામાં ભાજપ પાસે 93 બેઠક તેમજ કોંગ્રેસ પાસે 37 બેઠક છે. જ્યારે અન્ય 32 પક્ષો પાસે બાકીની બેઠકો છે. આ માહિતી તમે નીચે જોઈ શકો છો. 

રાજ્યસભા 

તેમજ જે સમયે કૃષિબીલ પાસ થયુ તે પહેલા વિપક્ષ દ્વારા લોકસભા માંથી વોકઆઉટ કરી દેવામાં આવ્યુ હતુ, એટલે કે લોકસભામાં જ્યારે કૃષિબીલ પાસ થયા ત્યેરા કોંગ્રેસના કોઈ સભ્ય હાજર ન હતા.  

તેમજ રાજ્યસભામાં પણ આ બીલ ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યુ હતુ અને તે સમયે પણ વિપક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ કોગ્રેસ દ્વારા શરૂઆત થી જ આ બીલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, રાજ્યસભામાં કોંગ્રેસ પાસે બહુમતી હોવાની વાત તદ્દન ખોટી છે. તેમજ કોંગ્રેસ દ્વારા કૃષિ કાયદાનો શરૂઆતથી જ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર રાજ્યસભામાં કોંગ્રેસ પાસે બહુમત છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False