ફેક્ટ ક્રેસેન્ડોએ દાવો ખોટો હોવાનું શોધી કાઢ્યું હતું. ફેસબુક પાસે એવું કોઈ ફીચર્સ નથી કે જેનાથી ખબર પડે કે કોઈએ તમારી પ્રોફાઈલ જોઈ છે કે તમારૂ એકાઉન્ટ હેક થયું છે.

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોસ્ટ દાવો કરે છે કે, કોઈ યુઝર્સ ફેસબુક પોસ્ટના કોમેન્ટ વિભાગમાં @highlight લખશે અને જો ટેક્સ્ટનો રંગ બદલાશે, તો તે જાહેર કરશે કે યુઝર્સનું એકાઉન્ટ હેક થયું છે કે નહીં. આ પોસ્ટને ઘણા યુઝર્સતેના પર વિશ્વાસ કરવા અને @highlight કોમેન્ટમા કરવા માટે પ્રેરિત કર્યા હતા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vivek Lavingia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોમેન્ટ વિભાગમાં @Highlight લખવાથી જો કલર બદલાય તો ફેસબુક એકાઉન્ટ હેક થયુ છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

@highlight લખવાથી શું થાય છે.?

સૌપ્રથમ અમે શરૂઆતમાં, અમે વાયરલ પોસ્ટના કોમેન્ટ વિભાગમાં @highlight ટાઇપ કર્યું. અમે નોંધ્યું છે કે એક પોપ-અપ બહાર આવ્યું છે કે તે કેટલાક મિત્રોને સૂચના મોકલશે. અમારી મિત્ર સૂચિમાંથી થોડા યુઝર્સઓને આ પોસ્ટ જોવા માટે સૂચના મળી શકે છે તે કહેવાની આ એક રીત છે. તેમજ વ્યક્તિના નામ પછી ‘@’ લખવાથી તે વ્યક્તિને પોસ્ટ જોવા માટે ટિપ્પણી વિભાગમાં સૂચિત કરવામાં આવશે.

ફક્ત એટલું કહી શકાય કે આ ટ્રિકનો ઉપયોગ યૂઝર્સ તેમની પોસ્ટ પર વધુ કોમેન્ટસ અને લાઈક્સ મેળવવા માટે કરે છે.

શું ફેસબુકમાં આવી કોઈ જોગવાઈ છે?

આ વિશે વધુ જાણવા માટે અમે ફેસબુક હેલ્પ સેન્ટર પેજ પર સર્ચ કર્યું. અમને જાણવા મળ્યું છે કે ફેસબુક યુઝર્સ તેમની પ્રોફાઇલ કોણે જોઈ છે તે ટ્રેક કરવાની મંજૂરી આપતું નથી. તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ પણ આ કાર્યક્ષમતા પ્રદાન કરી શકતી નથી. તેમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો કોઈ એપ્સ અથવા વેબસાઈટ આ પ્રકારની કાર્યક્ષમતા પ્રદાન કરવાનો દાવો કરે છે તો કોઈ વ્યક્તિ તેની વિરૂદ્ધ ફેસબુકને જાણ કરવાનું પસંદ કરી શકે છે.

વધુમાં, ફેક્ટ ક્રેસેન્ડોએ આ અંગે વધુ સ્પષ્ટતા મેળવવા માટે મેટાનો સંપર્ક કર્યો હતો. સંપર્ક કરવા પર, મેટાએ સ્પષ્ટપણે દાવાને રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે એવી કોઈ વિશેષતા નથી કે જે વપરાશકર્તાઓને તેમના એકાઉન્ટની મજબૂતાઈ જાણવા અથવા તેમની પ્રોફાઇલ કોણે જોઈ છે તે તપાસવાની મંજૂરી આપે.

ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું છે કે આ એક કૌભાંડ અથવા કાવતરૂ સિદ્ધાંત છે કે પોસ્ટની કોમેન્ટ પર @highlight લખવાથી વપરાશકર્તાઓ તેમના સ્ટોકર્સને જાણવા માટે સક્ષમ કરશે.

તમારૂ એકાઉન્ટ સુરક્ષિત છે તેની ખાતરી કેવી રીતે કરવી?

ફેસબુકે આ માટે ઘણી ટિપ્સ આપી છે. તમે તેમના મદદ પૃષ્ઠ પર વિગતો શોધી શકો છો. તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવાની કેટલીક રીતો તમારા પાસવર્ડને અન્ય લોકો સાથે શેર ન કરીને અને મજબૂત પાસવર્ડ બનાવીને તેને સુરક્ષિત રાખવાનો છે. એકાઉન્ટનો ઉપયોગ કર્યા પછી લોગ આઉટ કરવું અને અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી નહીં એ તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવાની અન્ય રીતો છે. વધારાની સુરક્ષા માટે, ફેસબુક તેના વપરાશકર્તાઓને બે પરિબળ પ્રમાણીકરણ સક્ષમ કરવાની સલાહ આપે છે. તમે તેમના મદદ પૃષ્ઠ પરથી તેના વિશે વધુ જાણી શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, @highlight લખવાથી કલર બદલાય તો ફેસબુકનું એકાઉન્ટ હેક થયુ હોવાની વાત તદ્દન ખોટી છે. આ વાત તદ્દન ખોટી છે. @highlight લખવાથી પોસ્ટ જોવા માટે મિત્ર સૂચિમાંના કેટલાક યુઝર્સને રેન્ડમ સૂચનાઓ મોકલે છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર ફેસબુકમાં પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં @Highlight લખ્યા પછી રંગ બદલાય છે કે એકાઉન્ટ હેક થાય છે…?

Written By: Frany Karia

Result: False