
Ramshi Gagiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પાકિસ્તાનમાં અમરકોટ રિયાસત ના હિન્દુ રાજા રાણા હમીર સિંહ સોઢાએ અયોધ્યા માં બનનાર ભવ્ય રામમંદિર નિર્માણ માટે 6 કરોડ રૂપિયા દેવાની જાહેરાત કરી છે.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 293 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 24 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1369 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટામાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાકિસ્તાનના ઉમરકોટના હિંદુ રાજા રાણા હમીર સિંહ દ્વારા અયોધ્યામાં નિર્માણ પામનાર રામ મંદિર માટે રૂપિયા 6 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ,સૌપ્રથમ અમે ગૂગલ પર “पाकिस्तान के अमरकोट के राजा ने राम मंदिर के लिए 6 करोड़ रुपये देने का एलान किआ” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. સુપ્રિમ કોર્ટ દ્વારા રામ મંદિર માટે 3 મહિનામાં એક ટ્રસ્ટ બનાવવાનો આદેશ કેન્દ્ર સરકારને આપવામાં આવ્યો છે. જો કોઈ ટ્રસ્ટનું નિર્માણ થાય તો જ રામ મંદિરના નિર્માણ માટે દાન સ્વિકારવામાં આવે. તેથી આ પ્રકારે કોઈ ટ્રસ્ટનું નિર્માણ થયુ છે કે નહિં તે જાણવા અમે ગૂગલ પર “राम मंदिर के लिए ट्रस्ट बना” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામ પરથી અમને 3 ડિસેમ્બર 2019ના પ્રસારિત આજતકનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલ મુજબ હજુ ટ્રસ્ટ બન્ચુ નથી.ત્યા પુજારી બનવા માટે લાઈન લાગી છે અને તે માટે પ્રધાનમંત્રીને પણ પત્ર લખવામાં આવી રહ્યા છે. આ અહેવાલ તમે નીચે વાંચી શકો છો. AAJTAK | ARCHIVE
તેમજ બાદમાં અમને ફેક્ટ ક્રેસન્ડોનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, મુકેશ અંબાણીએ રામ મંદિર નિર્માણ માટે 500 કરોડ દાનમાં આપ્યા હોવાનો મેસેજ વાયરલ થયો હતો પરંતુ તે માત્ર અફવા જ હતી. મુકેશ અંબાણીએ આ પ્રકારે કોઈ જાહેરત કરી ન હતી. આ અહેવાલ તમે નીચેની લિંક પર ક્લિક કરી વાંચી શકો છો.
તેમજ આ પ્રકારે તીરૂપતી બાલાજી ટ્રસ્ટ દ્વારા પણ રામ મંદિર માટે રૂપિયા 100 કરોડનું દાન દિધુ હોવાની અફવા ફેલાઈ હતી. ALTNEWS દ્વારા તે માહિતી ખોટી હોવાનું સાબિત કરવામાં આવ્યુ હતુ.
તેમજ અક્ષય કુમાર દ્વારા પણ રૂપિયા 10 કરોડનું દાન આપવામાં આવ્યુ હોવાની અફવા ફેલાઈ હતી પરંતુ તે માહિતી ખોટી હોવાનું THE LALLATOP દ્વારા સાબિત કરવામાં આવ્યુ હતુ.
આ જ પ્રકારે હાલ ફરી પાકિસ્તાનની ઉમરકોટ રિયાસતના રાજા રાણા હમિરસિંહના નામે દાન આપવા માટે જાહેરત કરી હોવાનો મેસેજ વાયરલ થયો છે. તેથી અમે પાકિસ્તાનના ઉમરકોટ રિયાસતનો પાકિસ્તાનના પત્રકાર અફતાબ મુઘેરી દ્વારા સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન આ રિયાસતના કર્મચારી સિધ્ધાર્થસિંહ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “આ પ્રકારે રામ મંદિરના નિર્માણ માટે દાનની કોઈ જાહેરાત રાણા હમિરસિંહ દ્વારા કરવામાં આવી નથી. આ માત્ર અફવા જ છે.”
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, રામ મંદિરના નિર્માણ માટે પાકકિસ્તાનની ઉમરકોટ રિયાસતના રાજા હમિરસિંહ દ્વારા કોઈ દાન આપવાની જાહેરાત કરવામાં આવી નથી. આ માત્ર એક અફવા જ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે. રામ મંદિરના નિર્માણ માટે પાકકિસ્તાનની ઉમરકોટ રિયાસતના રાજા હમિરસિંહ દ્વારા કોઈ દાન આપવાની જાહેરાત કરવામાં આવી નથી. આ માત્ર એક અફવા જ છે.

Title:શું ખરેખર પાકિસ્તાનના હિન્દુ રાજાએ અયોધ્યામાં રામ મંદિર માટે 6 કરોડ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી..?
Fact Check By: Yogesh KariaResult: False
