શું ખરેખર કેરળ કોલેજમાં યુવતીઓ દ્વારા આ પ્રકારે વિરોધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, કેરળમાં એક કોલેજમાં યુવતીઓને જીન્સ પહેરીને આવવા પર મનાઈ ફરમાવવામાં આવતા તેમના દ્વારા લુંઘી પહેરીને વિરોધ કરવામાં આવ્યો હતો. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો તે વિરોધનો છે. 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 2015નો અમેરિકાનો છે અને સાઉથ હિરો મહેશ બાબુની ફિલ્મથી પ્રભાવિત યુવતીઓ લુંગી પહેરી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Deepak Trivedi નામના ફેસબુક યુઝર દ્વારા Navsari-My City (New) નામના ગ્રુપમાં તારીખ 22 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કેરળમાં એક કોલેજમાં યુવતીઓને જીન્સ પહેરીને આવવા પર મનાઈ ફરમાવવામાં આવતા તેમના દ્વારા લુંઘી પહેરીને વિરોધ કરવામાં આવ્યો.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી અંગે ગૂગલ પર સર્ચ કરતા અમને 22 ઓક્ટોબર 2016ના રોજ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. અહેવાલ અનુસાર વર્ષ 2016માં કેરળ મેડિકલ કોલેજમાં છોકરીઓને જીન્સ અને ટી-શર્ટ પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

Times of India | Archive

ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. આ પરિણામો પરથી અમને વર્ષ 2015માં તેલુગુ મિડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલમાં વાયરલ ફોટો જોવા મળ્યો હતો. Telugu People નામની વેબસાઈટ અહેવાલ અનુસાર, યુવતીઓ તેલુગુ હિરો મહેશ બાબુની પ્રશંસક છે. વર્ષ 2015માં મહેશ બાબુની નવી ફિલ્મ શ્રીમંથુડુમાં મહેશ બાબુના અભિનયથી પ્રેરાઈને તેની યુવતીઓએ લુંગી પહેરીને તેના ફોટા લીધા હતા. 

Telugu people | Archive

ઓગસ્ટ 2015માં Iqlikmovies માં પ્રકાશિત એક અહેવાલ મુજબ, શ્રીમંથુડુ ફિલ્મમાં મહેશ બાબુની લુંગી પહેરવાની શૈલી છોકરીઓને ખૂબ પસંદ આવી છે. યુવતીઓએ મહેશ બાબુની શૈલીમાં લુંગી પહેરી હતી અને મહેશ બાબુ તરફનો પોતાનો પ્રેમ બતાવ્યો હતો. 

iqlikmovies | Archive

Chitramala વેબસાઈટ પર પ્રકાશિત વર્ષ 2015નો એક અહેવાલ અમને પ્રાપ્ત થયો હતો. આ અહેવાલમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો પ્રાપ્ત થયો હતો. તેમાં પણ માહિતી શેર કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

Chitramala | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો કેરળની કોલેજમાં યુવતીઓને જીન્સ પહેરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા બાદ વિરોધ લુંઘી પહેરી કરવામાં આવ્યો હોવાનો નથી. આ ફોટો અમેરિકાનો છે અને સાઉથ હિરો મહેશ બાબુની ફિલ્મથી પ્રભાવિત યુવતીઓ લુંગી પહેરી હતી.

Avatar

Title:શું ખરેખર કેરળ કોલેજમાં યુવતીઓ દ્વારા આ પ્રકારે વિરોધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False