પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. કારણ કે, ઓરિજનલ ફોટોમાં બ્રિટનની રાણી સામે આરએસએસના કાર્યકરો નહીં પરંતુ નાઈજીરિયાના સૈનિકો છે. ફોટોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોવામળે છે કે, એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં કથિત રીતે રાણી એલિઝાબેથ IIને આરએસએસના કાર્યકરો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપતા દર્શાવવામાં આવી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આરએસએસના કાર્યકરો બ્રિટનની રાણીને સલામી આપી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 18 ઓગસ્ટ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આરએસએસના કાર્યકરો બ્રિટનની રાણીને સલામી આપી રહ્યા છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને britishheritage.comની વેબસાઇટ પર ઓરિજનલ ફોટો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, 2 ફેબ્રુઆરી 1956ના રોજ રાણી એલિઝાબેથ દ્વિતીય તેમના કોમનવેલ્થ પ્રવાસ દરમિયાન કડુના એરપોર્ટ, નાઈજીરીયા ખાતે નવા નામવાળા રાણીના પોતાના નાઈજીરીયા ખાતે પહોંચ્યા હતા, 1 ડિસેમ્બર 2022ના રોજ પ્રકાશિત થયેલા લેખમાં રાણી એલિઝાબેથના ફોટા સાથેની માહિતી અનુસાર. રેજિમેન્ટ, રોયલ વેસ્ટ આફ્રિકન ફ્રન્ટિયર ફોર્સ. અહીંનો ફોટોને ક્રેડિટ કરવામાં આવ્યો હતો.

britishheritage.com

તેમજ આરએસએસની તસ્વીરને અમે સર્ચ કરતા અમને udayavani.comની વેબસાઇટ પર 5 નવેમ્બર 2022ના રોજ પ્રકાશિત એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં ફક્ત આરએસએસના કાર્યકરો જ જોવા મળે છે, જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ વધુ સર્ચ દરમિયાન વાઇરલ તસવીર flickr.com વેબસાઇટ પર પણ મળી આવી હતી. અહીં પણ માત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સભ્યો જ તસવીરમાં દેખાય છે, રાણી એલિઝાબેથ નહીં.

તેમજ ઓરિજનલ ફોટો અને વાયરલ ફોટો વચ્ચેની સરખામણી તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. કારણ કે, ઓરિજનલ ફોટોમાં બ્રિટનની રાણી સામે આરએસએસના કાર્યકરો નહીં પરંતુ નાઈજીરિયાના સૈનિકો છે. ફોટોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર RSSના કાર્યકરો દ્વારા બ્રિટનની રાણીને સલામી આપી હતી...? જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: Altered