રાહુલ ગાંધીએ જ્યારે એક કૂતરાને બિસ્કિટ આપ્યું તો કૂતરો ડરી ગયો અને તેણે બિસ્કિટ ખાધું નહીં. આ જોઈને રાહુલ ગાંધીએ કૂતરાના માલિકને તેને ખવડાવવા માટે બિસ્કિટ આપ્યા. તેમણે પાર્ટીના કાર્યકર્તાને બિસ્કિટ આપ્યા ન હતા.

રાહુલ ગાંધી તેમની ભારત જોડો ન્યાય યાત્રા ચાલુ રાખી રહ્યા છે. 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થયેલી આ યાત્રા 20 માર્ચે મુંબઈમાં પૂરી થશે. આ યાત્રાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી એક કૂતરાને બિસ્કિટ ખવડાવી રહ્યા છે. ત્યારપછી તેણે તે જ બિસ્કિટ નજીકના વ્યક્તિને ઓફર કરી. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ ગાંધી તેમની પાર્ટીના સભ્યને કૂતરાના અડધા ખાધેલા બિસ્કિટ ઓફર કરી રહ્યા છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 06 ફેબ્રુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાહુલ ગાંધીતેમની પાર્ટીના સભ્યને કૂતરાના અડધા ખાધેલા બિસ્કિટ ઓફર કરી રહ્યા છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
ગૂગલ પર સંબંધિત કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 6 ફેબ્રુઆરીના રોજ ધ હિન્દુ વેબસાઇટ પર આ ઘટના વિશે પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો.
જે રિપોર્ટ અનુસાર, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમણે જે વ્યક્તિને બિસ્કિટ ઓફર કરી હતી તે કૂતરાનો માલિક છે. જ્યારે રાહુલ ગાંધીએ કૂતરાને બિસ્કિટ આપ્યું ત્યારે તે ગભરાઈ ગયો હતો. તેથી તેણે નજીકમાં ઉભેલા તેના માલિકને બિસ્કિટ આપ્યું. આ પછી, માલિકે કૂતરાને ખવડાવ્યું.

તમે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં પણ આવી જ ઘટના વિશે વાંચી શકો છો.
અમને ANI તરફથી એક ટ્વિટ પણ મળ્યું જેમાં રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું, “મેં કૂતરા અને તેના માલિકને બોલાવ્યા. કૂતરો ડરી ગયો. જ્યારે મેં ખવડાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે ખાવાની ના પાડી. તેથી મેં માલિકને બિસ્કિટ આપ્યા અને કૂતરાએ તેના હાથમાંથી ખાધું. મને સમજાતું નથી કે સમસ્યા ક્યાં છે.”
તેમજ વધુ સર્ચ કરતા અમને INDI એલાયન્સનો એક વીડિયો પ્રાપ્ત થયો હતો જે ટ્વિટ કર્યો હતો. જેમાં કુતરાના માલિકને જોઈ શકાય છે. જે જણાવી રહ્યો છે. કૂતરો ડરી ગયો અને તેણે રાહુલ ગાંધીના હાથથી બિસ્કિટ ખાધું નહીં તેથી મેં કૂતરાને ખવડાવ્યુ હતુ. કૂતરાએ ખાધું. તેમાં શું વાંધો છે, ભાજપના લોકો કૂતરાઓને કેમ નફરત કરે છે.
આ પછી અમને ટાઇમ્સ નાઉની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો મળ્યો. આ વીડિયોમાં આપણે જોયું કે રાહુલ ગાંધીએ પહેલા કૂતરાને બિસ્કિટ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કૂતરાએ બિસ્કિટ ખાધા નહોતા. આ જોઈને રાહુલ ગાંધીએ કૂતરાના માલિકને બિસ્કિટ આપ્યા અને તેની સાથે વાત કરવા લાગ્યા. કૂતરાએ તેના માલિકના હાથમાં રહેલા બિસ્કિટ ખાઈ લીધા. વીડિયોની 30 સેકન્ડથી 40 સેકન્ડની વચ્ચે તમે કૂતરાને તેના માલિકના હાથમાંથી ખાતો જોઈ શકો છો.
ફેક્ટ ક્રેસેન્ડોએ રાહુલ ગાંધીની ઓફિસનો સંપર્ક કર્યો. તેઓએ અમને કહ્યું, “રાહુલ ગાંધીએ કૂતરાને રાજકારણને કારણે નહીં, પરંતુ જિજ્ઞાસાથી બોલાવ્યો હતો. કૂતરાએ તેને આપેલા બિસ્કિટ ખાધા નહોતા કારણ કે તે ભીડથી ડરતો હતો. આ જોઈને રાહુલ ગાંધીએ માલિકને બિસ્કિટ આપ્યા. કૂતરાનો માલિક કોંગ્રેસનો કાર્યકર નથી. તે ભારત જોડો ન્યાય યાત્રા અને તેમાં ભાગ લેનાર લોકોને જોવા માટે ત્યાં આવ્યો હતો. આ ઘટનાનો ઉપયોગ માત્ર ખરાબ પ્રચાર માટે કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રાહુલ ગાંધીએ જ્યારે એક કૂતરાને બિસ્કિટ આપ્યું તો કૂતરો ડરી ગયો અને તેણે બિસ્કિટ ખાધું નહીં. આ જોઈને રાહુલ ગાંધીએ કૂતરાના માલિકને તેને ખવડાવવા માટે બિસ્કિટ આપ્યા. તેમણે પાર્ટીના કાર્યકર્તાને બિસ્કિટ આપ્યા ન હતા.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું રાહુલ ગાંધીએ પાર્ટીના કાર્યકર્તાને કૂતરાએ ખાધેલુ બિસ્કિટ ઓફર કર્યું હતુ…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading
