
ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સરદાર પટેલ જુગારી હતા, પત્તે રમતા, કલબ માં જતા..- જ્યોતિ પુંજ પેજ નં:96 મોદી ની કિતાબ માં સરદાર પટેલ વિરુદ્ધ લખાયેલ શબ્દ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 107 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 22 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી, આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નરેન્દ્ર મોદીની બુક જ્યોતિ પુંજમાં સરદાર પટેલ વિરૂધ્ધમાં શબ્દો લખાયેલા છે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “jyoti punj book” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ બુક 14 એપ્રિલ 2008ના અમદાવાદમાં આરએસએસના ચીફ મોહન ભાગવત દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. જેને દિલ્હીના પ્રભાત પ્રકાશન દ્વારા પ્રકાસિત કરવામાં આવી હતી.

ત્યારબાદ એ જાણવું પણ જરૂરી હતુ કે, આ બુકમાં ખરેખર સરદાર પટેલની વિરૂધ્ધમાં શબ્દો લખવામાં આવ્યુ છે કે કેમ તે જાણવું જરૂરી જણાતા અમે જ્યોતિ પુંજની ઈબુક શોધી હતી અને તેમાં 96 નંબરના પેજમાં અમને “પારદર્શી પારસ પપ્પાજી ડો. પ્રાણલાલ દોશી” નું ચેપટર પ્રાપ્ત થયુ હતુ. તેમના જીવનનું વર્ણન કરતાની સાથે નરેન્દ્ર મોદીએ સરદાર પટેલના જીવનનો ઉલ્લેખ કર્યો હતો અને તેમાં લખ્યુ હતુ કે, “સરદાર પટેલની જિંદગીમાં ડોક્યુ કરીએ તો આવું જ કંઈક જોવા મળશે. વ્યવસાયે વકિલ, બારમાં બેસવાનું, ક્લબના મિત્રો સાથે પતા રમવાનું, સિગારેટના ધુવાણામાં આઝાદીના દિવાનોની મસ્તી કરવી, મહાત્મા ગાંધી પ્રત્યે પણ કયારેક મસ્તીમાં બોલવાનું, સરદાર પટેલના જીવનનો આ સ્વાભાવિક ક્રમ હતો, પરંતુ મહાત્મા ગાંધીના સ્પર્ષએ તેમનું જીવન જ બદલી નાખ્યુ હતુ. આઝાદી માટે તેઓએ પોતાનો જ ત્યાગ કર્યો હતો. મહાત્મા ગાંધીનો શબ્દ જ અંતિમ નિર્ણય તે સંકલ્પ સાથે જીવીને તેઓએ બતાવ્યુ હતુ. સરદાર પટેલના બાર એસોશિએશનના મિત્રો માટે આ એક સુખદ આશ્ચર્યજનક બદલાવ જેવું હતુ.“ જે પેરેગ્રાફ તમે નીચે વાચી શકો છો.


અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે આ બુકનું પ્રકાશન કરનાર દિલ્હીના પ્રભાત પ્રકાશનનો સંપર્ક સાધ્યો હતો. ત્યા હાજર અધિકારીએ જણાવ્યુ હતુ કે, “આ બુક જ્યારથી પ્રકાશિત થઈ ત્યારથી આજ દિન સુધી ક્યારેય વિવાદમાં નથી આવી, તેમજ સરદાર વિરૂધ્ધમાં આ બુકમાં લખવામાં આવ્યુ હોવાની વાત તદન ખોટી છે. પરંતુ જ્યા સુધી હું નરેન્દ્ર મોદીને ઓળખુ છું. ત્યાં સુધી નરેન્દ્ર મોદી સરદાર પટેલને પોતાના આદર્શ માને છે.”
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, નરેન્દ્ર મોદીએ જ્યોતિ પુંજ બુકમાં ક્યાંય પણ સરદાર પટેલના વિરૂધ્ધમાં શબ્દ પણ નથી લખ્યો. તેમણે સરદારના જીવનની મહાત્મા ગાંધીને મળ્યા પહેલાના માહિતી હતી અને મહાત્મા ગાંધીને મળ્યા બાદની પણ માહિતી આપી હતી. અધુરી વિગત શેર કરી લોકોને ભ્રામક કરવા પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, નરેન્દ્ર મોદીએ જ્યોતિ પુંજ બુકમાં ક્યાંય પણ સરદાર પટેલના વિરૂધ્ધમાં શબ્દ પણ નથી લખ્યો. તેમણે સરદારના જીવનની મહાત્મા ગાંધીને મળ્યા પહેલાના માહિતી હતી અને મહાત્મા ગાંધીને મળ્યા બાદની પણ માહિતી આપી હતી. અધુરી વિગત શેર કરી લોકોને ભ્રામક કરવા પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.

Title:શું ખરેખર નરેન્દ્ર મોદીની બુક “જ્યોતિ પુંજ”માં સરદાર પટેલ વિરૂધ્ધમાં શબ્દો લખાયેલા છે.? જાણો શું છે સત્ય..
Fact Check By: Yogesh KariaResult: Partly False
