અમેરિકાની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ સોશિયલ મિડિયાનું વાતાવરણ ખૂબ જ ગરમ છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘને અમેરિકાના નવનિયુક્ત જો બાયડેન દ્વારા તેમના શપથ સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, જો બાયડેન દ્વારા ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘને તેમના શપથ વિધિ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Girish Sanghavi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 નવેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘને અમેરિકાના નવનિયુક્ત જો બાયડેન દ્વારા તેમના શપથ સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતની ગણતરી હજી ચાલુ છે. પરંતુ બિડેનને વિજેતા માનવામાં આવે છે કારણ કે તેમણે રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી ઓછામાં ઓછી 270 બેઠકો મેળવી લીધી છે. પરંતુ એક મોટો ઝટકો સામે આવ્યો છે કારણ કે હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજી હારનો સ્વીકાર કર્યો નથી અને ચુકાદાને કોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહ્યા છે.

આવી સ્થિતિમાં, બિડેન ખરેખર ડો મનમોહન સિંઘને શપથ ગ્રહણ સમારોહ માટે અને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ મોકલવું થોડું શંકાસ્પદ લાગે છે.

ઇન્ટરનેટ પરની શોધમાં બહાર આવ્યું છે કે કોઈપણ મિડિયા હાઉસને આ ઘટનાની જાણ નથી. જો આમંત્રણ મોકલવામાં આવ્યુ હોય તો તે ખૂબ મોટા સમાચાર બને.

ત્યારબાદ ફેક્ટ ક્રેસેન્ડોએ ડો.મનમોહનસિંહની ઓફિસનો સંપર્ક કર્યો હતો. ત્યાંથી વાયરલ દાવાઓની વિગતો આપતા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, “ડો. મનમોહન સિંઘને બિડેનના શપથ ગ્રહણનું આમંત્રણ નથી મળ્યું. અમેરિકામાં હમણાં જ ચૂંટણી યોજાઈ છે અને શપથ ગ્રહણ જાન્યુઆરીમાં છે. તેથી મહેમાનોને આમંત્રિત કરવાનો આ સમય નથી.”

આમ, સ્પષ્ટ છે કે જો બિડેન દ્વારા મનમોહન સિંઘને આમંત્રણ આપ્યું છે તે સમાચાર ખોટા છે.

શપથ ગ્રહણ સમારોહમાં વિદેશી મહેમાનોને આમંત્રણ ન આપવાની પ્રથા

યુએસ સેનેટમાં રાષ્ટ્રપતિના શપથ વિધિ સમારોહનું આયોજન Joint Congressional Committee on Inaugural Ceremonies (JCCIC) દ્વારા કરવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સના આગામી રાષ્ટ્રપતિ 20 જાન્યુઆરી, 2021 ના ​​રોજ શપથ લેશે.

વોશિંગ્ટનમાં સમારોહમાં આવવા માટે આમંત્રણ જરૂરી છે. સામાન્ય નાગરિકો તે તેમના ક્ષેત્રના સેનેટર કચેરીમાંથી મેળવી શકે છે. પ્રમુખ કેટલાક લોકોને આમંત્રણ પણ આપે છે.

પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં રિવાજ છે કે અન્ય દેશોના નેતાઓને આ વિશેષ આમંત્રણો ન આપવા.

યુએસ દૂતાવાસોને લખેલા પત્રમાં, તત્કાલીન-રાજ્ય સચિવ કોન્ડોલીઝા રાઇસે તેના ઉદ્ઘાટન દરમિયાન કહ્યું હતું કે "શપથ ગ્રહણ સમારોહમાં અન્ય દેશોના રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓને આમંત્રણ ન આપવું જોઈએ." તે દેશોના પ્રતિનિધિઓ તરીકે ફક્ત દૂતાવાસના વડા અને તેમના જીવનસાથી (પત્ની) જ સમારોહમાં ભાગ લઈ શકે છે.”

Sandiegouniontribune

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, જો બાયડેન દ્વારા ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘને તેમના શપથ વિધિ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘને જો બાયડેન દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા...? જાણો શું છે સત્ય....

Fact Check By: Yogesh Karia

Result: False