
Karjan Congress નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મોટર વ્હિકલ એક્ટ: દેશમાં સૌથી વધુ દંડનો ભોગ બન્યા ગુજરાતીઓ, 577 કરોડ વસૂલાયા, મુસ્કુરાએ આપ મોદી શાસન મેં હૈ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 138 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મોટર વ્હિકલ એક્ટના નવા નિયમ મુજબ 577 કરોડની વસૂલાત કરવામાં આવી. જેનો સૌથી વધૂ ભોગ ગુજરાતીઓ બન્યા છે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “Rs 577 crore have been collected new Motor Vehicles Act” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, નિતિન ગડકરીએ ગુરૂવારે લોકસભામાં માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, “18 રાજ્યોમાં 38,39,406 લોકોને ટ્રાફિક પોલીસે ચલણ આપ્યુ છે. જેમાં 577 કરોડની વસૂલી કરવામાં આવી છે. નવા ટ્રાફિક નિયમના કારણે ઓક્ટોબર-નવેમ્બર 2018ની સરખામણીએ ઓક્ટોબર-નવેમ્બર 2019માં અકસ્માતના બનાવોમાં પણ ઘટાળો થયો છે.” જે સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા.

તેમજ નિતિન ગડકરીએ આપેલી માહિતીમાં એ પણ જણાવવામાં આવ્યુ હતુ કે, “સૌથી વધુ કેસ 1413996 તામિલનાડુમાં તેમજ સૌથી ઓછા 58 કેસ ગોઆમાં નોંધાયા છે. તેમજ સૌથી વધૂ 200 કરોડથી વધૂનો દંડ ઉત્તર પ્રદેશમાં ત્યારબાદ ગુજરાતમાં 100 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.” જે સમાચારને પણ જૂદા-જૂદા મિડિયાહાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા.

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, નવા ટ્રાફિક નિયમના સૌથી વધૂ કેસ તામિલનાડૂમાં બન્યા છે. જ્યારે સૌથી વધૂ દંડ ઉત્તર પ્રદેશમાં વસૂલવામાં આવ્યો છે. નવા ટ્રાફિક નિયમનો ભોગ ગુજરાતીઓ બન્યા હોવાની વાત સંદતર ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે, કારણ કે, નવા ટ્રાફિક નિયમના સૌથી વધૂ કેસ તામિલનાડૂમાં બન્યા છે. જ્યારે સૌથી વધૂ દંડ ઉત્તર પ્રદેશમાં વસૂલવામાં આવ્યો છે. નવા ટ્રાફિક નિયમનો ભોગ ગુજરાતીઓ બન્યા હોવાની વાત સંદતર ખોટી છે.

Title:શું ખરેખર નવા ટ્રાફિક નિયમનો ભોગ સૌથી વધુ ગુજરાતીઓ બન્યા..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: Partly False
