શું ખરેખર પુનાની દિનાનાથ મંગેશકર હોસ્પિટલના ડોક્ટરનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…..

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Ashwin Sankdasariya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અંગ્રેજી ન સમજતા હોય એના માટે ગૂજરાતી મા આ વિડીઓ એમ કહેવા માગે છે કે દિનાનાથ મંગેશકર હોસટપીટલના છસો ડોક્ટર્સ માત્ર સાત મીનીટની કસરત કરીને કોરોનાની સારવારમાં રોકાયેલ હોવા છતાં કોઈને કોરોના થયેલ નથી. તમે સૌ આમા ડોકટર બતાવે છે તેમ એક એક મીનીટ ની સાત કસરત શીખી લ્યો એટલે તમે પણ કોરોનાથી બચી જાવ. આખા દિવસમાં ગમે ત્યારે કરી શકો છો જમ્યા પહેલાં જમ્યા પછી ટ્રેઈનમાં બસમાં પલેઈનમા અને તમે રોજ યોગા અથવા કસરત કરતા હો તે બંધ કરવાની નથી. માટે આ વિડીઓ સાચવી રાખો કસરત બરોબર શીખી લ્યો અને આજથી કસરત શરૂ કરી દેજો. આવો સુંદર ઉપચાર હજૂ સૂધી કોઈએ બતાવ્યો નથી અને એ પણ એક મોટી હોસટપીટલના ડોકટર દ્વારા.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 383 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 15 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 265 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિડિયોમાં દેખાતી વ્યક્તિ પુનાની દિનાનાથ મંગેશકર હોસ્પિટલના ડોક્ટર છે. તેમજ તેઓ દ્વારા જણાવેલ કશરત કરવાથી 600 ડોક્ટરોને કોરોનાનું સંક્રમણ નથી થયુ.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, એક તામિલ યુટ્યુબ ચેનલ પરનો વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટમાં જે વ્યકિત દેખાય છે તે જ જોવા મળી હતી અને જણાવવામાં આવ્યુ હતુ કે, વિડિયોમાં દેખાતી વ્યક્તિ ચેન્નાઈની see changes Consulting  કંપનીના ફાઉન્ડર અને સીઈઓ એસ. પ્રકાશ છે. જે વિડિયો તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદ ગૂગલ પર સર્ચ કરતા અમને તેમની યુટ્યુબ ચેનલ અને તેમની વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. જે તમે આ લિંક પર ક્લિક કરી જોઈ શકો છો. તેમજ એસ.પ્રકાશ દ્વારા તેમની પર્સનલ યુટ્યુબ ચેનલ પર આ વિડિયો તારીખ 4 એપ્રિલ 2020 તેમની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

તેમજ અમે અમારી પડતાલને મજબૂત કરવા અમે એસ.પ્રકાશના પાર્ટનર એને કંપનીના કો-ફાઉન્ડર એમ.કે.આનંદ જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયો પ્રકાશનો જ છે. તેનો આ વિડિયો જૂદા-જૂદા ડોકટરોના નામ સાથે સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પરંતુ પ્રકાશ ડોક્ટર નથી.”

એમ.કે. આનંદની મદદથી અમે અમે એસ.પ્રકાશનો સિધો સંપર્ક સાધ્યો હતો. તેમણે પોસ્ટમાં કરવામાં આવેલા તમામ દાવાઓને નકારી કાઢ્યા હતા તેમજ 600 ડોક્ટર કોરોનાથી બચી શક્યા હોવાની વાત પણ તદ્દન ખોટી હોવાનું જણાવ્યુ હતુ. 

તેમજ વધુ માહિતી શેર કરતા તેમણએ જણાવ્યુ હતુ કે, “તંદુરસ્ત જીવન જીવવા માટે સરળ 7 કસરતનો આ વિડિઓ મૂળ મારા દ્વારા બનાવવામાં આવ્યો હતી, આ એક સરળ કવાયત જે મે ઘણાં સમય પહેલા શીખી હતી. જે મને ફાયદાકારક હોવાનું જણાતા મે યુટ્યુબ ચેનલ પર તેને શેર કર્યુ હતુ. સોશિયલ મિડિયામાં મારો આ વિડિયો ડો.બજાજ (કાર્ડિયો સર્જન) અને ડો.કેલકર (ઓન્કોલિજિસ્ટ)ના નામે ફેલાય રહ્યો છે. આરોગ્ય અને સ્વ-સુધારણાના ઘણા વિડિયો મારી યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. જે તમે જોઈ શકો છો.

પરિણામ

આમ અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પુનાના ડોકટરનો નહિં પરંતુ ચેન્નાઈની વ્યક્તિનો છે. જે ડોકટર નથી. તેમજ 600 ડોકટર આ કસરત કરી કોરોનાથી બચી શક્યા હોવાની વાત પણ તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર પુનાની દિનાનાથ મંગેશકર હોસ્પિટલના ડોક્ટરનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…..

Fact Check By: Yogesh Karia 

Result: False