શું ખરેખર મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર તેમની મુખ્ય પ્રાથમિકતા હશે..? જાણો શું છે સત્ય….

Altered રાજકીય I Political રાષ્ટ્રીય I National

આ દાવો ખોટો છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા વાસ્તવમાં કહી રહ્યા છે કે રાજસ્થાન માંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવો તેમની મુખ્ય પ્રાથમિકતા હશે.

તાજેતરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી બનેલા ભાજપના ભજનલાલ શર્માની પ્રથમ પ્રેસ કોન્ફરન્સનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેમને એમ કહેતા સાંભળી શકો છો કે “ભ્રષ્ટાચાર અમારી મુખ્ય પ્રાથમિકતા છે.” આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ કહ્યુ કે ભ્રષ્ટાચાર તેમની મુખ્ય પ્રાથમિકતા હશે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ કહ્યુ કે ભ્રષ્ટાચાર તેમની મુખ્ય પ્રાથમિકતા હશે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

આ વીડિયોમાં ફર્સ્ટ ઈન્ડિયા ન્યૂઝનો લોગો જોઈ શકાય છે. તેના પરથી અમને સમજાયું કે આ ફર્સ્ટ ઈન્ડિયા ન્યૂઝનો અહેવાલ છે. પછી તેમાં ભજનલાલ શર્માની પહેલી પ્રેસ કોન્ફરન્સ પણ લખેલી છે. તમે નીચે આપેલ ચિત્રમાં જોઈ શકો છો. 

આને ધ્યાનમાં રાખીને અમે યુટ્યુબ પર કીવર્ડ સર્ચ કર્યા. અમને 15 ડિસેમ્બરે ફર્સ્ટ ઈન્ડિયા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલો અસલ વીડિયો મળ્યો. તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી ભજનલાલ શર્માની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ. 

જેમાં ભજનલાલ શર્મા કહી રહ્યા છે કે, “ભારતીય જનતા પાર્ટી રાજસ્થાનમાં ચૂંટણી લડી હતી. અમે જાહેરનામાનું સંપૂર્ણ પાલન કરીશું. તે વિષયો પર પણ કામ કરશે જેનાથી રાજસ્થાનના લોકો પરેશાન હતા. અમે રાજસ્થાનમાં મહિલાઓ અને બાળકો પર થતા અત્યાચાર જોયા છે, અમારી સરકાર કોઈપણ કિંમતે મહિલાઓ અને બાળકો પર થતા અત્યાચારને સહન કરશે નહીં. મહિલાઓની સુરક્ષા અને ભ્રષ્ટાચાર અમારી મુખ્ય પ્રાથમિકતાઓ રહેશે. કાયદો અને વ્યવસ્થા અમારો મુખ્ય વિષય હશે. મહિલાઓની સુરક્ષા અને ભ્રષ્ટાચાર અમારી સરકારની મુખ્ય પ્રાથમિકતાઓ હશે.” 

આમાં તેઓ કહી રહ્યા છે કે તેમનું પ્રાથમિક કાર્ય રાજ્યને ભ્રષ્ટાચારથી મુક્ત કરવાનું રહેશે. આ વીડિયો ખોટા દાવા સાથે અધૂરો શેર કરવામાં આવી રહ્યો છે. તમે નીચે આપેલા તુલનાત્મક વીડિયોમાં વાયરલ વિડિયો અને મૂળ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો. 

પરિણામ

આમ, વાયરલ થઈ રહેલા વીડિયોને લઈને કરવામાં આવેલો દાવો ખોટો છે. આ વીડીયો ડીજીટલ એડિટ કરવામાં આવેલો છે. મૂળ વીડિયોમાં ભજનલાલ શર્મા કહી રહ્યા છે કે ભ્રષ્ટાચારને ખતમ કરવો તેમની પ્રાથમિકતા છે. ખોટા દાવા સાથે અધૂરો વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર તેમની મુખ્ય પ્રાથમિકતા હશે..? જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: Altered