
દેશભરમાં કોરોના રસીની મુકવાની શરૂઆત થઈ ત્યારથી આ રસીની ઉપયોગિતા પર ભારે ચર્ચા કરવામાં આવી છે. તે જ રીતે, રસીકરણનો એક વિડિયો સોશિયલ મડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “ભાજપના સભ્યો વિડિયો લેવા માટે કોરોના ઇન્જેકશન મુકવવાના નાટક કરી રહ્યા છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયોમાં જોવા મળતા બંને ભાજપના કાર્યકરો નથી. તે કર્ણાટકના તુમ્કુર જિલ્લામાં વહીવટી ડોક્ટર છે. બંનેને રસી પણ અપાઇ છે. મિડિયાના પ્રતિનિધીઓ મોડા આવતા સમાચાર માટે પોઝ આપવા આ વિડિયો બનાવવામાં આવ્યો હતો. જેને ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dinesh Patar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભાજપના સભ્યો વિડિયો લેવા માટે કોરોના ઇન્જેકશન મુકવવાના નાટક કરી રહ્યા છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. આ વિડિયો કર્ણાટકના તુમ્કુર જિલ્લાનો છે. ‘વર્ધભારતી‘ નામની કન્નડ વેબસાઇટ અનુસાર, વિડિયોમાં જોવા મળતી મહિલાની ઓળખ ડો. રજની છે, તે માણસનું નામ ડો.નાગેન્દ્રપ્પા છે.
ડો. નાગેન્દ્રપ્પા તુમ્કુરના જિલ્લા આરોગ્ય અધિકારી છે. જ્યારે ફેક્ટ ક્રેસસેન્ડોની હિન્દી ટીમ દ્વારા તેમનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે વાયરલ વિડિયો સાથે કરવામાં આવેલા આક્ષેપોને નકારી કાઢ્યા હતા.
“સોશિયલ મીડિયા પરનો દાવો સંપૂર્ણપણે ખોટો છે. તુમ્કુર જિલ્લામાં 16મી જાન્યુઆરીએ રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. મેં તે દિવસે જાતે જ રસી લીધી, ડો.નાગેન્દ્રપ્પાએ કહ્યું. ડો.રજનીએ મારી પહેલા રસી લગાવી હતી. પરંતુ, તે પછી મિડિયા પ્રતિનિધિઓ આવ્યા અને અમને સમાચારો માટે ફોટો/વિડિયો લેવાનું કહ્યું હતુ. તેથી અમે પત્રકારોની વિનંતી પર રસીકરણનો આપવા આવતી હોય તેવો વિડિયો લેવામાં આવ્યો હતો. પરંતુ, કેટલાક લોકો આ વિડિયોને ખોટુ અર્થઘટન કરી રહ્યા છે.“
ડો. રજની તુમ્કુર નર્સિંગ કોલેજના આચાર્ય છે. અમે તેમનો પણ સંપર્ક કર્યો. તેણે કહ્યું, “અમારી કોલેજમાં રસીકરણ કેન્દ્ર છે. મને 16 જાન્યુઆરીએ સવારે 11.30 થી 12 વાગ્યે રસી આપવામાં આવી હતી. એટલું જ નહીં, પરંતુ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને પણ રસી અપાઇ હતી. પત્રકારો અમારા રસી આવ્યા પછી તરત જ પહોંચ્યા હતા. અમને સમાચારો માટે ફોટા આપો તેવી માંગણી કરતા આ વિડિયો/ફોટો સેશન કરવામાં આવ્યુ હતુ. અમને આ વિડિયોમાં રસી આપવામાં આવી નથી કારણ કે અમને પહેલેથી જ રસી આપવામાં આવી છે.”
તમે નીચે આ વિડિયો વિશે તેમની સ્પષ્ટતા જોઈ શકો છો.
વધુમાં ડો.રજનીએ કહ્યુ હતુ કે, “હું એક ડોક્ટર છુ અને ઇન્ટરનેટ પર આવા ખોટા દાવાઓ કરવાને કારણે હું પિડાઈ રહ્યી છું. લોકોએ જાગૃત હોવું જોઇએ કે આવી અફવાઓ ફેલાવવાથી રસીઓ વિશે ખોટો સંદેશ પહોચી રહ્યો છે.”
જ્યારે ફેક્ટ ક્રેસસેન્ડોએ તેમને રસી આપી હોવાના પુરાવા માટે પૂછ્યું ત્યારે તેણે કેટલાક દસ્તાવેજો મોકલ્યા. જેઓને રસી અપાય છે તેઓ કો-વિન એપ દ્વારા નોંધાયેલા છે. ડો. રજિનીએ નોંધણીનો સ્ક્રીનશોટ મોકલાવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. આ વિડિયોમાં જોવા મળતા બંને ભાજપના કાર્યકરો નથી. તે કર્ણાટકના તુમ્કુર જિલ્લામાં વહીવટી ડોક્ટર છે. બંનેને રસી પણ અપાઇ છે. મિડિયાના પ્રતિનિધીઓ મોડા આવતા સમાચાર માટે પોઝ આપવા આ વિડિયો બનાવવામાં આવ્યો હતો. જેને ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી છે.

Title:શું ખરેખર ભાજપાના કાર્યકરો રસી મુકાવવાનું નાટક કરી રહ્યા છે….?
Fact Check By: Yogesh KariaResult: False
