
Tasmin Bloch નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “दमदार बन्दी इसे कहते हैं. बिना कुछ कहे ही सब कह दिया.. #I_stand_with_Indian_Farmers” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 38 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે,“દિપિકા પાદુકોણ દ્વારા ખેડૂતોના સમર્થનમાં ટીશર્ટ પહેરવામાં આવ્યુ.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ઈન્ડિયન એક્સપ્રેસનો વર્ષ 2018નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ઓરિજનલ ફોટો મુકવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ઓરિજનલ ફોટો અને પોસ્ટ સાથે વાયરલ ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. મુળ ફોટોમાં “ISTANDWITHINDIAN FARMERS”લખીને તેને વાયરલ કરવામાં આવી રહ્યુ છે.

Title:શું ખરેખર દિપિકા પાદુકોણ દ્વારા ખેડૂતોને સમર્થન કરતુ ટીશર્ટ પહેર્યુ હતુ….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
