શું ખરેખર તેલંગણાના પત્રકારના સવાલ પર અમિત શાહની બોલતી બંધ થઈ ગઈ…? જાણો શું છે સત્ય….

Missing Context રાજકીય I Political રાષ્ટ્રીય I National

તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહ હૈદરાબાદની મુલાકાતે ગયા હતા. જેના કારણે તેમનો એક વિડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે એક પત્રકાર અમિત શાહને પ્રશ્ન પૂછી રહ્યો છે કે “અહીં વરસાદ આવે છે, પૂર પણ આવે છે પણ કેન્દ્ર તરફથી એક પૈસા પણ આવ્યા નથી. શું સુરત બાટને કો નેતાઓ દિલ્હીથી આવ્યા હતા.” આ પછી અમિત શાહે કોઈ જવાબ આપ્યો ન હતો. આ વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તેલગંણાના પત્રકારે સવાલ પૂછીને અમિત શાહની બોલતી બંધ કરી દીધી હતી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો ક્લિપ કરવામાં આવ્યો છે. મૂળ વિડિયોમાં અમિત શાહ તે પત્રકારને જવાબ આપી રહ્યા છે. આ વિડિયો વર્ષ 2020નો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Mahesh Paun નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તેલગંણાના પત્રકારે સવાલ પૂછીને અમિત શાહની બોલતી બંધ કરી દીધી હતી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વિડિયોમાં આ રિપોર્ટરના માઈક પર V6 News લખેલું જોયું. આને ધ્યાનમાં રાખીને, અમે યુટ્યુબ પર કીવર્ડ સર્ચ કર્યું અને અમને તેનો ઓરિજનલ વિડિયો V6 ન્યૂઝ ચેનલ પર વર્ષ 2020માં પ્રસારિત થયેલો જોવા મળ્યો.

તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, “આ વિડિયો વર્ષ 2020માં યોજાયેલી ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સમયનો છે. ત્યારે અમિત શાહ ચૂંટણી પ્રચાર માટે હૈદરાબાદ ગયા હતા.” 

તેમજ વધુ સર્ચ કરતા અમને 29મી નવેમ્બર 2020ના રોજ તેમના ફેસબુક પેજ પર તે જ વિડિયો ફરતો જોવા મળ્યો. આમાં, તમે 1.07.39 કલાકથી આગળ સુધી વાયરલ વિડિયો જોઈ શકો છો.

તમે આ બંને વિડિયોમાં જોઈ શકો છો કે જ્યારે રિપોર્ટરે અમિત શાહને સવાલ પૂછ્યો તો તેમણે જવાબ આપ્યો કે કેન્દ્રએ સૌથી વધુ પૈસા હૈદરાબાદને આપ્યા છે. અને આ માહિતી તેઓ પ્રેસ કોન્ફરન્સમાં જણાવવાના છે. તેમણે કહ્યું કે તેઓ જાણવા માગે છે કે અસદુદ્દીન ઓવૈસી અને મુખ્યમંત્રી કે.સી.આર. કોઈના ઘરે પણ ગયા નથી. જ્યારે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે ભાજપના કાર્યકરો, સાંસદો અને મંત્રીઓ તેમની વચ્ચે રહ્યા હતા. તેમણે પૂછ્યું કે પાણી કેમ ભરાય છે, તો તેમણે કહ્યું કે જે રીતે ઓવૈસીના કહેવા પર અતિક્રમણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, તેના કારણે તે પાણી ભરાઈ રહ્યા છે. તેમણે હૈદરાબાદના લોકોને આશ્વાસન આપ્યું હતું કે જો હૈદરાબાદ મહાનગરપાલિકામાં ભાજપ આવશે તો તેઓ એવા હૈદરાબાદનું નિર્માણ કરશે કે જેમાં તમામ અતિક્રમણ દૂર કરીને ક્યારેય પાણી ન ભરાય અને આવું આધુનિક શહેર હૈદરાબાદ વિશ્વમાં આઈટી હબ બનશે.

આના પરથી આપણે કહી શકીએ કે અમિત શાહે રિપોર્ટરના સવાલ પર મૌન સેવ્યું નથી. તેણે તેમનો જવાબ આપ્યો. મૂળ વિડિયો ક્લિપ કરીને શેર કરવામાં આવી રહી છે. તમે નીચે સરખામણી વિડિઓ જોઈ શકો છો.

તમને જણાવી દઈએ કે અમિત શાહ 1 ડિસેમ્બર 2020 ના રોજ યોજાયેલી હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પ્રચાર માટે 29 નવેમ્બર 2020ના રોજ હૈદરાબાદ ગયા હતા. ત્યાં તેમણે ઓલ્ડ સિટી વિસ્તારમાં આવેલા ભાગ્યલક્ષ્મી મંદિરમાં પ્રાર્થના કરી અને તેમના પક્ષના કાર્યકરોને સંબોધતા પહેલા સિકંદરાબાદના વારસીગુડાથી સીતાફલમંડી સુધી રોડ શો કર્યો.

2 જુલાઈના રોજ હૈદરાબાદમાં ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, 19 રાજ્યોના મુખ્ય પ્રધાનો અને અન્ય વરિષ્ઠ ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠક હૈદરાબાદ ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, મુળ વિડિયોના અધૂરા ભાગને એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો છે. ઓરિજનલ વિડિયોમાં અમિત શાહ રિપોર્ટરના પ્રશ્નનો જવાબ આપી રહ્યા છે.

Avatar

Title:શું ખરેખર તેલંગણાના પત્રકારના સવાલ પર અમિત શાહની બોલતી બંધ થઈ ગઈ…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Missing Context