
હાલ સોશિયલ મિડિયામાં એક લેઝર શોનો વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. 5 મિનિટના આ વિડિયોમાં જૂદા-જૂદા દ્રશ્યો પાણીમાં જોવા મળી રહ્યા છે. તેમજ આ વિડિયો સાથે માહિતી શેર કરવામાં આવી રહી છે કે આ વિડિયો રાજસ્થાનના જોધપુરનો છે. જ્યાં આ શોને જોવાની ફી 3000 રૂપિયા છે.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, “આ લેઝર શો રાજસ્થાનના જોધપુરમાં નહિં પરંતુ ચીનમાં જોવા મળે છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Mukta Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓક્ટોબર 2020ના Welcome life after 30,40 plus નામના ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો લેઝર શો રાજસ્થાનના જોધપુરનો છે. જેની ટિકિટ 3000 રૂપિયા છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે એ જાણવા પ્રયત્ન કર્યો કે, આ પ્રકારે કોઈ લેઝર શોનું આયોજન જોધપુરમાં કરવામાં આવે છે કે કેમ, દરમિયાન અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા પરંતુ તે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયો સાથે મળતા ન હતા.
ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ પ્રકારના લાઈટ શોનું ચીનમાં આયોજન કરવામાં આવે છે. ડ્રેગનના ફોટો સાથેના રંગીન લાઈટ શો ત્યા લોકપ્રિય છે. આ વિડિયો અમને છેલ્લે 2019માં મલેશિયામાં સંચાલિત એક ફેસબુક પેજ પર ચાઈનીઝ ભાષામાં શેર કરવામાં આવ્યો હતો.
જૂલાઈ 2020માં વિયતનામના ફેસબુક યુઝર દ્વારા આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “આ લેઝર શોનું આયોજન ચીનમાં કરવામાં આવ્યુ હતુ.”
જો કે, આ વિડિયો અલગ-અલગ ભાષામાં જૂદા-જૂદા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો હતો. તેથી એક ચીની વેબસાઈટ દ્વારા આ અંગે સ્પષ્તા કરવામાં આવી હતી. અને જણાવવામાં આવ્યુ હતુ કે, આ આયોજન ચીનના ફુયાંગમાં થવા પામ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, જોધપુરમાં આ પ્રકારે લેઝર લાઈટ શોનું આયોજન કરવામાં નથી આવ્યુ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ચીનનો છે. જેનું ચીનના ફ્યુંગમાં આયોજન કરવામાં આવ્યુ હતુ.

Title:શું ખરેખર રાજસ્થાનના જોધપુરના લેઝર શોનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
