સોશિયલ મિડિયા પર ઢિંગલી જેવી કેકનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. ઢિંગલીને સુંદર લીલો ભારતીય પરંપરાગત ડ્રેસ પહેર્યો છે. વિડિયોના બેકગ્રાઉન્ડમાં બોલિવૂડ ફિલ્મનું એક ગીત વગાડવામાં આવી રહ્યું છે, સાથે જ કોઈક ઢિંગલીની સજાવટ કરતા જોઈ શકાય છે. આ વિડિયો સાથે દાવો કરી રહ્યા છે કે, “આ કેક ભારતીય દ્વારા બનાવવામાં આવી છે, કલ્યાણમાં રહેતા ડો. કિશોર પાટિલ દ્વારા આ કેકને બનાવવામાં આવી છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ કેક કલ્યાણના ડોક્ટર કિશોર પાટિલ દ્વારા નહિં પરંતુ સિંગાપોરના એક આર્ટિસ્ટ દ્વારા એક ઓનલાઇન સ્પર્ધા માટે બનાવવા આવી હતી. જેને બીજો નંબર પ્રાપ્ત થયો હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bhuj - Kutch નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જૂન 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ કેક ભારતીય દ્વારા બનાવવામાં આવી છે, કલ્યાણમાં રહેતા ડો. કિશોર પાટિલ દ્વારા આ કેકને બનાવવામાં આવી છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો Incredible India Cake Magazine નામના ફેસબુક પેજ પર મળ્યો હતો. આ વિડિયો Cuppela News નામના એક ફેસબુક એકાઉન્ટમાં 1 મેના પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેને Incredible India Cake Magazine દ્વારા તેમના પેજ પર શેર કરવામાં આવ્યો હતો.

Archive

ત્યારબાદ અમે Incredible India Cake Magazineના ફાઉન્ડર ટીના સ્કોટ પારાશરનો સંપર્ક સાધ્યો હતો. ટિના હાલ દુબઈમાં રહે છે, ટિના દ્વારા વાયરલ દાવાનું ખંડન કર્યું હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, આ કેક સિંગાપોરના એક આર્ટિસ્ટ કૈથરીન કુપ્પેલા દ્વારા બનાવવામાં આવી હતી.

ટીના દ્વારા વધુ જણાવવામાં આવ્યુ હતુ કે, ટીના દ્વારા એપ્રિલ 2021માં તેમની મેગેજીંન Incredible India Cake Magazine ના કવર પેજ માટે એક ઓનલાઈન પ્રતિયોગિતાનું આયોજન કર્યુ હતુ. આ પ્રતિયોગિતામાં દુનિયાના 150 થી વધુ આર્ટિસ્ટ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. પ્રતિયોગિતાની થીમ 'ઇનક્રેડિબલ ઈન્ડિયા' હતી. વાયરલ વિડિયો આ પ્રતિયોગિતાનો જ એક ભાગ છે.જેને સિંગાપોરના આર્ટિસ્ટ 'કૈશરિન કુપ્પેલા' દ્વારા બનાવવામાં આવી હતી. કૈથરિન આ ફ્રંટ કવર પ્રતિયોગિતાની ફાઈનાલિસ્ટ બની બતી અને તેમના કેકને બીજો નંબર પ્રાપ્ત થયો હતો.

તેમજ વધુ સર્ચ કરતા અમને shaadiseason.com દ્વારા તેમના ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર આ જ માહિતી સાથે આ કેકના અલગ-અલગ એંગલથી ફોટો શેર કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ કેક કલ્યાણના ડોક્ટર કિશોર પાટિલ દ્વારા નહિં પરંતુ સિંગાપોરના એક આર્ટિસ્ટ દ્વારા એક ઓનલાઇન સ્પર્ધા માટે બનાવવા આવી હતી. જેને બીજો નંબર પ્રાપ્ત થયો હતો.

Avatar

Title:શું ખરેખર કલ્યાણના ડોકટર કિશોર પાટિલ દ્વારા ઢિંગલીની કેક બનાવવામાં આવી...?

Fact Check By: Yogesh Karia

Result: False