
Jayesh Sonara નામના ફેસબુક યુઝર દ્વારા 5 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કોરોના શંકા ને ના લીધે રામદેવ બાવો એમ્સ એડમિટ કાલે ટીવી બધાને કોરાના ઈલાજ બતાવતો હતો 😃. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં બાબા રામદેવને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેનો આ ફોટો છે. આ પોસ્ટને 28 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ ફોટો તાજેતરમાં બાબા રામદેવને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેનો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને indiatoday.in દ્વારા 12 જૂન, 2011 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચારની ફોટો ગેલેરીમાં અમને આજ ફોટો એવી માહિતી આપવામાં આવી હતી કે, કાળા નાણાં સામે બાબા રામદેવ દ્વારા ભૂખ હડતાળ કરવામાં આવી હતી. જેમાં તેમણે 9 દિવસની ભૂખ હડતાળ બાદ જુદા-જુદા ધર્મગુરુઓની હાજરીમાં દહેરાદૂનની હોસ્પિટલમાં પારણાં કર્યા ત્યારનો આ ફોટો છે. આ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો બાબા રામદેવનો ફોટો હાલનો નહીં પરંતુ 9 વર્ષ જૂનો છે.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. thehindu.com | assamtribune.com
અમારી વધુ તપાસમાં અમને ઉપરોક્ત અહેવાલમાં આપેલી માહિતી સાથેનો NDTV દ્વારા 13 જૂન, 2011 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પણ પ્રાપ્ત થયો હતો. તેમાં પણ એવી જ માહિતી આપવામાં આવી હતી કે, બાબા રામદેવ દ્વારા ભ્રષ્ટાચાર અને કાળા ધન સામે ઉઇપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં 9 મા દિવસે બાબા રામદેવ દ્વારા પારણાં કરી ઉપવાસ તોડવામાં આવ્યા હતા. પરતું આંદોલન ચાલુ રહેશે એવું જણાવવામાં આવ્યું હતું. જે સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો બાબા રામદેવનો ફોટો વર્ષ 2011 નો છે જેને ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો બાબા રામદેવનો ફોટો વર્ષ 2011 નો છે જેને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:બાબા રામદેવનો ભૂખ હડતાળનો જૂનો ફોટો ખોટી માહિતી સાથે થયો વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
