
હાલમાં, પીળા ડ્રેસ પહેરીને રસ્તા પર એકઠા થયેલા હજારો લોકોની ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જે ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ દિલ્હીના લોકો છે જે કેજરીવાલના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 31 માર્ચ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ દિલ્હીના લોકો છે જે કેજરીવાલના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 28 મે 2023ના રોજ એક યુઝર્સ દ્વારા ટ્વિટ કરવામાં આવેલી આ જ ફોટો પ્રાપ્ત થઈ હતી. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો અમદાવાદના ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ચાહકોની છે. નીચે તમે ટ્વિટ જોઈ શકો છો.
આગળ અમને 2016નો CNN રિપોર્ટ મળ્યો. રિપોર્ટ અનુસાર, અદિસ અબાબામાં આયોજિત વાર્ષિક ગ્રેટ ઇથોપિયન રન અને અબીજટ્ટા-શાલા નેશનલ પાર્કમાં ઇથિયોટ્રેલ રનમાં ઘણા પ્રવાસીઓ અને સ્થાનિકો જોડાયા હતા.

ઉપરોક્ત છબી ઇથોપિયા પ્રવાસન સંસ્થાને શ્રેય આપવામાં આવી હતી. શોધ કરવા પર, અમને જાણવા મળ્યું કે તે જ છબી સંસ્થાની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી હતી. ઇથોપિયા છેલ્લા 22 વર્ષથી આવી 10 કિમી દોડનું આયોજન કરી રહ્યું છે. આ દોડનો હેતુ વિવિધ સારા હેતુઓ માટે નાણાં એકત્ર કરવાનો છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ઈથોપિયામાં 2016માં યોજાયેલી 10km ઈથોપિયન રનની તસવીર છે. કેજરીવાલના સમર્થનમાં દિલ્હીના લોકો રેલી કરી રહ્યા હોય તેવી આ તસવીર નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake Check: શું આ દિલ્હીના લોકો છે જે કેજરીવાલના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા.? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
