તાજેતરમાં ત્યારે સોશિયલ મીડિયા પર ટ્રેક્ટરમાં મળી આવેલી દારુની બોટલોનું રિપોર્ટીંગ કરી રહેલા એક પત્રકારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ટ્રેક્ટરમાં મળી આવેલી દારુની બોટલોનું રિપોર્ટીંગ કરી રહેલા પત્રકારનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2020 માં થયેલા કિસાન આંદોલન સમયનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 14 ફેબ્રુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, શુ આ ખેડુત આંદોલન છે???? છ મહિના નો ખાવા નો સામાન અને દારૂના બાટલા ટ્રેક્ટરમાં ભરીને લાવ્યા છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોને ધ્યાનથી જોતાં અમને પત્રકારના હાથમાં ટીવી9 ન્યૂઝ ચેનલના લોગોવાળું માઈક જોવા મળ્યું હતું.

ત્યાર બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર અમને ટીવી9 ગુજરાતી ન્યૂઝ ચેનલના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર 26 જાન્યુઆરી, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ખેડૂત આંદોલનમાં રસ્તા પર ઉતરેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતાં ખેડૂતો ટ્રેક્ટર મૂકીને ભાગી ગયા હતા. જેમાં ટ્રેક્ટરમાં આ પ્રકારે દારુ અને અન્ય ખાવાનો સામાન પ્રાપ્ત થયો હતો જે પોલીસે સીઝ કર્યો હતો.

આજ વીડિયો અમને અન્ય એક સત્તાવાર ટ્વિટર યુઝર દ્વારા પણ 26 જાન્યુઆરી, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી..

https://twitter.com/MrsGandhi/status/1353971535367659520

ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે આ સમાચાર ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં ટીવી9 ન્યૂઝ ચેનલનો જે પત્રકાર રિપોર્ટીંગ કરી રહ્યો છે તેનું નામ વીપિન ચૌબે છે. તો તેમનો સીધો જ સંપર્ક કરી તેમને આ ઘટના અને વીડિયો વિશે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ બે વર્ષ જૂનો વીડિયો છે જેનું રિપોર્ટીંગ હું જ કરી રહ્યો હતો, જ્યારે 26 જાન્યુઆરીએ ખેડૂતો રેલી કાઢીને દિલ્હીના લાલ કિલ્લા પર પહોંચ્યા, તે જ સમયે ખેડૂતોનું એક જૂથ શાહદરા પહોંચ્યું. જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો આ લોકોએ પોલીસ પર ટ્રેક્ટર ચલાવ્યું. જ્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો ત્યારે આ લોકો પોતાના વાહનો છોડીને ભાગી ગયા હતા. તે દરમિયાન તેમના વાહનોમાંથી આ દારૂની બોટલો મળી આવી હતી.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ટ્રેક્ટરમાં મળી આવેલી દારુની બોટલોનું રિપોર્ટીંગ કરી રહેલા પત્રકારનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2020 માં થયેલા કિસાન આંદોલન સમયનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: False