તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રદર્શનકારીઓ પર ભડકેલી એક બુજુર્ગ મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પ્રદર્શનકારીઓ પર ભડકેલી એક બુજુર્ગ મહિલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયોને તાજેતરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 14 ફેબ્રુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પંજાબ હરીયાણાના સ્વાર્થી નાટકબાજ ખેડૂતોને અરીસો બતાવતી એક વડીલ મહીલા… બધાની બોલતી બંધ થઈ ગઈ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો એક પંજાબી ફેસબુક પેજ પર 5 નવેમ્બર, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

આજ વીડિયો અમને અન્ય એક ફેસબુક પેજ દ્વારા પણ 6 નવેમ્બર, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Facebook Post

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો હિમાચલ ટુડે નામના એક યુટ્યુબ યુઝર દ્વારા પણ 7 નવેમ્બર, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પ્રદર્શનકારીઓ પર ભડકેલી એક બુજુર્ગ મહિલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયોને તાજેતરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title: જાણો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: Missing Context