તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, કોંગ્રેસ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં રાહુલ ગાંધી સમગ્ર હિંદુસ્તાનમાં મધ્યપ્રદેશ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર છે એવું કહી રહ્યા છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

અમિતકુમાર મનસુખલાલ સોની નામના ફેસબુક યુઝર દ્વારા 8 ઓક્ટોમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, કોંગ્રેસ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર NDTV India દ્વારા 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ તેના સત્તાવાર યુટ્યુબ પર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, જેમાં રાહુલ ગાંધી મધ્યપ્રદેશના શાજાપુર ખાતેની રેલીમાં એવું કહી રહ્યા છે કે, મધ્યપ્રદેશ હિંદુસ્તાનમાં ભ્રષ્ટાચારનું એપીસેન્ટર છે.

આજ માહિતી અને વીડિયો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Abp.live | ETV Bharat Madhya Pradesh

અમારી વધુ તપાસમાં અમને કોંગ્રેસના સત્તાવાર યુટ્યુબ પર 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ મૂકવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં 32.35 મિનિટ પર રાહુલ ગાંધી હિન્દી ભાષામાં એવું કહી રહ્યા છે કે, मध्य प्रदेश हिंदुस्तान में भ्रष्टाचार का सेंटर हैएपिसेंटर है…”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં રાહુલ ગાંધી સમગ્ર હિંદુસ્તાનમાં મધ્યપ્રદેશ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર છે એવું કહી રહ્યા છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો કોંગ્રેસને ભ્રષ્ટાચારનું એપીસેન્ટર કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: Missing Context