તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈન્દિરા ગાંધી સાથે ટોળામાં ઉભેલા નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્દિરા ગાંધી સાથે ફોટો પડાવવા માટે ટોળામાં નરેન્દ્ર મોદી પણ ઉભા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ છે પરંતુ આ ફોટોને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 11 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઇંદિરા ગાંધી સાથે ફોટો પડાવતા અંધભકતો ના બાપુજી.. આમેય ફોટો પડાવાના તો શોખીન છે. . આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્દિરા ગાંધી સાથે ફોટો પડાવવા માટે ટોળામાં નરેન્દ્ર મોદી પણ ઉભા છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને The Quint દ્વારા 24 એપ્રિલ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા આર્ટિકલમાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો પ્રાપ્ત થયો હતો પરંતુ તેમાં ઈન્દિરા ગાંધી અને ડૉ. રાજકુમારની સાથે ક્યાંય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળતા નથી.

વધુમાં અમને એ જાણવા મળ્યું હતું કે, ઈન્દિરા ગાંધી અને ડૉ. રાજકુમારનો આ ફોટો સંગીથા મ્યુઝીક ઈવેન્ટનો છે. તેથી અમે વધુ તપાસ કરતાં આ ફોટો અમને Sangeetha Music ની વેબસાઈટ પર પ્રાપ્ત થયો હતો. આજ ફોટો તમે thenewshamster પર પણ તમે જોઈ શકો છો.

નીચે તમે પોસ્ટમાં મૂકવવામાં આવેલા નરેન્દ્ર મોદીના એડિટેડ ફોટો અને ઓરિજીનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ છે પરંતુ આ ફોટોને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો ઈન્દિરા ગાંધી સાથે એક ટોળામાં ઉભેલા નરેન્દ્ર મોદીના વાયરલ ફોટોનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: Altered