Fake Check: સાંઈ મંદિર ટ્રસ્ટના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનો જાણો શું છે સમગ્ર મામલો...

Byline :  Frany Karia
Update: 2024-10-11 11:33 GMT

સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ફરી એકવાર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કુર્તા-પાયજામા અને કેપ પહેરેલા કેટલાક લોકો દાન પેટીમાંથી પૈસા કાઢીને બેગમાં નાખતા જોઈ શકાય છે. તે જ સમયે, બોરીઓમાં પૈસા જમા થયા પછી, કેટલાક બાળકો પણ આ નોટો ગણતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો શીરડી સાંઈબાબા ટ્રસ્ટમાં થતી આવકનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓક્ટોબર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો શીરડી સાંઈબાબા ટ્રસ્ટમાં થતી આવકનો છે.


Facebook  

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમને એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં બોલાતી ભાષા કંઈક અલગ છે તેમજ નોટો પણ ભારતીય ચલણ જેવી નથી લાગતી.


ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને The Daily Star દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 6 મે, 2023 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ સમાચારમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, બાંગ્લાદેશના ઢાકા શહેરના કિશોરગંજ ખાતે આવેલી પગ્લા મસ્જિદમાં 8 દાનપેટીઓમાંથી 19 કોથળા ભરીને દાનની રકમ પ્રાપ્ત થઈ હતી.

Full View

 નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાઈ રહેલી નોટોને જોઈ શકો છો.


આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Bangla Vision News | SOMOY TV | JagoNews24.com

વધુમાં તમે બાંગ્લાદેશમાં વપરાતી ચલણી નોટો en.numista.com પર જોઈ શકો છો.

 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત દાવો ખોટો સાબિત થાય છે, કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ શીરડી સાંઈબાબા મંદિરની આવકનો નહીં પરંતુ બાંગ્લાદેશના ઢાકા ખાતે આવેલી પગ્લા મસ્જિદની દાનપેટીમાં આવેલી દાનની રકમનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Claim :  આ વીડિયો શીરડી સાંઈબાબા ટ્રસ્ટમાં થતી આવકનો છે.
Claimed By :  Social media users
Fact Check :  FALSE
Tags:    

Similar News