WHOના નામે ફરી એકવાર ભ્રામક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ... જાણો શું છે સત્ય....

Byline :  Frany Karia
Update: 2024-10-17 11:24 GMT

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સમાચાર વાઈરલ થઈ રહ્યા છે કે બેગમાં ભેળસેળયુક્ત દૂધના કારણે 87 ટકા ભારતીયોને આગામી બે વર્ષમાં કેન્સર થવાની સંભાવના છે. ન્યૂઝ ક્લિપિંગ અનુસાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ આવી ચેતવણી આપી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 25 જૂલાઈ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “WHO દ્વારા જાણકારી આપવામાં આવી કે, વર્ષ 2027 સુધીમાં 87 ટકા ભારતીયો કોથળીમાં આવનારા ભેળસેળ યુક્ત દૂધ પીને કેન્સરનો ભોગ બનશે.


Facebook 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

વાયરલ સ્ક્રિનશોટમાં કહેવામાં આવ્યું છે કે, WHO દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે બેગમાં ભેળસેળવાળું દૂધ કેન્સર માટે જવાબદાર છે.

WHO વેબસાઈટ પર કરવામાં આવેલી શોધમાં આ સર્વે અંગે કોઈ માહિતી મળી નથી. તેનાથી વિપરીત, આ વાયરલ દાવાને રદિયો આપતો એક સંદેશ WHO વેબસાઇટ પર જોવા મળ્યો હતો.

તેમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભેળસેળયુક્ત દૂધ અંગે ભારત સરકારને કોઈ ચેતવણી આપી નથી. મિડિયામાં WHOના નામે ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે.


WHO

વધુ તપાસમાં જાણવા મળ્યું કે, 2019માં સંસદમાં સાંસદ સંજય માંડલિકે તત્કાલિન સ્વાસ્થ્ય મંત્રીને WHOની કથિત ચેતવણી અંગે સવાલ કર્યા હતા. ભેળસેળયુક્ત દૂધથી થતા કેન્સર અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતને શું ચેતવણી આપી? મંડિલકે આ પ્રશ્ન પૂછ્યો.

તેનો જવાબ આપતાં ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે WHO દ્વારા કોઈ ચેતવણી આપવામાં આવી નથી. ભારત સરકાર અને WHO બંનેએ આ સંદેશને નકારી કાઢ્યો છે.


Lok Sabha


પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોર્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, WHO એ ચેતવણી આપી નથી કે, ભેળસેળયુક્ત દૂધને કારણે ભારતમાં 87 ટકા લોકોને કેન્સર થશે. આ ફેક ન્યુઝ છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.) 


 


 


Claim :  WHO દ્વારા જાણકારી આપવામાં આવી કે, વર્ષ 2027 સુધીમાં 87 ટકા ભારતીયો કોથળીમાં આવનારા ભેળસેળ યુક્ત દૂધ પીને કેન્સરનો ભોગ બનશે.
Claimed By :  Social media users
Fact Check :  FALSE
Tags:    

Similar News