તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલાક લોકો વચ્ચે પૈસાની વહેંચણી મુદ્દે થઈ રહેલી બબાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનમાં ભાગ લેવા માટે થઈ રહેલી પૈસાની વહેંચણીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં લોકો વચ્ચે પૈસાની વહેંચણી મુદ્દે થઈ રહેલી બબાલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ કિસાન આંદોલન શરુ થયું તેના એક મહિના પહેલાંથી જ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયોને તાજેતરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 23 ફેબ્રુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આંદોલન માટે પગાર... 35000 થી લઈને 40000... કે પછી.... પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનમાં ભાગ લેવા માટે થઈ રહેલી પૈસાની વહેંચણીનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો એક યુટ્યુબ યુઝર દ્વારા 28 જાન્યુઆરી, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અન્ય એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા પણ 17 જાન્યુઆરી, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી

ખેડૂત આંદોલન-

ઈન્ડિયા ટીવીના એક સમાચાર અહેવાલ મુજબ 13 ફેબ્રુઆરી 2024થી ખેડૂત આંદોલન શરૂ થયું છે. આ વિરોધ દરમિયાન ચાર ખેડૂતોના મોત થયા હતા. ખેડૂતોના આંદોલનનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ખેડૂતોના વિરોધ કરવાના અધિકારનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર આ મામલે ખેડૂતોના વિરોધને રોકવા માટે બળપ્રયોગ કરી રહી છે, જેના કારણે ખેડૂતો ઘાયલ થયા છે.

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કિસાન આંદોલનના એક મહિના પહેલાંનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં લોકો વચ્ચે પૈસાની વહેંચણી મુદ્દે થઈ રહેલી બબાલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ કિસાન આંદોલન શરુ થયું તેના એક મહિના પહેલાંથી જ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયોને તાજેતરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનમાં પૈસાની વહેંચણીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: Missing Context