તાજેતરમાં સોશિયલ મીડિયા પર આરક્ષણના વિરોધમાં બોલી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરક્ષણના વિરોધમાં બોલી રહ્યા છે. તેઓ આરક્ષણ નાબૂદ કરવા વિશે બોલી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આરક્ષણના વિરોધમાં બોલી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તેમના અધૂરા નિવેદનનો છે. વાસ્તવમાં તેઓ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા લખવામાં આવેલી એક ચિઠ્ઠી વિશે વાત કરી રહ્યા હતા. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 9 ફેબ્રુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, એસી એસટી ઓબીસી માટે ખાસ વિડિયો હજુ પણ એં લાગતું હોય તો ભાજપને વોટ આપવો ટૂંક સમયમાં આરક્ષણ ખતમ થશે મોદી હે તો મુમકિન હૈ જય ભીમ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરક્ષણના વિરોધમાં બોલી રહ્યા છે. તેઓ આરક્ષણ નાબૂદ કરવા વિશે બોલી રહ્યા છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર યુટ્યુબ પર 7 ફેબ્રુઆરી, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન પીએમએ અનામતના વિષય પર ચર્ચા કરી હતી.

આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી સાંભળ્યા બાદ અમને એ માલૂમ પડ્યું કે, આ વીડિયોમાં 39.39 મિનિટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહી રહ્યા છે કે, 'एक बार नेहरू जी ने एक चिठ्ठी लिखी थी। और ये चिठ्ठी मुख्यमंत्रियों को लिखी थी, मैं उसका अनुवाद पढ़ रहा हूं। उन्होंने लिखा था, ये देश के प्रधानमंत्री पंडित नेहरू जी द्वारा उस समय के देश के मुख्यमंत्रियों को लिखी गई चिठ्ठी है, ऑन रिकॉर्ड है। मैं अनुवाद पढ़ता हूं- "मैं किसी भी आरक्षण को पसंद नहीं करता और खासकर नौकरी में आरक्षण तो कतई नहीं, मैं ऐसे किसी भी कदम के खिलाफ हूं जो अकुशलता को बढ़ावा दे, जो दोयम दर्जे की तरफ ले जाए।" ये पंडित नेहरू की मुख्यमंत्रियों को लिखी हुई चिठ्ठी है। और तब जाकर के मैं कहता हूं, ये जन्मजात इसके विरोधी हैं।'

વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 'नेहरू जी कहते थे, अगर एससी, एसटी, ओबीसी को नौकरियों में आरक्षण मिला तो सरकारी काम का स्तर गिर जाएगा। और आज जो आंकड़े गिनाते हैं ना, इतने यहां हैं, इतने यहां हैं, उसका मूल तो यहां है। क्योंकि उस समय तो उन्होंने रोक दिया था, भर्ती ही मत करो। अगर उस समय सरकार में भर्ती हुई होती और वो प्रमोशन करते-करते आगे बढ़ते, तो आज यहां पर पहुंचते।'

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરક્ષણ વિરોધી જે બોલી રહ્યા છે એ જવાહરલાલ નહેરુ દ્વારા લખવામાં આવેલી એખ ચિઠ્ઠીનો ભાગ છે.

આજ વીડિયો અમને PMO India અને Sansad TV દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને pmindia.gov.in પર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સંપૂર્ણ ભાષણ પ્રાપ્ત થયું હતું.

વધુમાં અમને ડીડી ન્યૂઝ દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા આરક્ષણ પર લખવામાં આવેલી ચિઠ્ઠીના લખાણ અંગે 7 ફેબ્રુઆરી, 2024 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આરક્ષણના વિરોધમાં બોલી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તેમના અધૂરા નિવેદનનો છે. વાસ્તવમાં તેઓ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા લખવામાં આવેલી એક ચિઠ્ઠી વિશે વાત કરી રહ્યા હતા. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો આરક્ષણના વિરોધમાં બોલી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: False