દસ વર્ષ જૂના ફોટોને હાલના નક્સલી હુમલાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Missing Context રાષ્ટ્રીય I National સામાજિક I Social

છત્તીસગઢમાં તાજેતરના નક્સલી હુમલા તરીકે શેર કરવામાં આવેલી આ તસવીર 10 વર્ષથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

છત્તીસગઢના દંતેવાડામાં માઓવાદી હુમલામાં 11 જવાન શહીદ થયા હતા. આ વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં સુરક્ષાકર્મીઓ એક વ્યક્તિને સ્ટ્રેચર પર લઈ જતા જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ તસવીર છત્તીસગઢના દંતેવાડામાં તાજેતરમાં થયેલા નક્સલી હુમલાની છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ibhavnagar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 એપ્રિલ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ તસવીર છત્તીસગઢના દંતેવાડામાં તાજેતરમાં થયેલા નક્સલી હુમલાની છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને NDTVની દ્વારા 2013માં પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. તેમાં વાયરલ ફોટો જોઈ શકાય છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, છત્તીસગઢમાં માઓવાદી હુમલામાં 24 લોકો માર્યા ગયા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે આ તસવીર ઓછામાં ઓછા 10 વર્ષ પહેલાથી ઇન્ટરનેટ પર હાજર છે.

NDTV | ARCHIVE

તેમજ વધુ સર્ચ કરતા અમને આ તસવીર 10 વર્ષ જૂના બીબીસીના રિપોર્ટમાં પણ મળી હતી. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “છત્તીસગઢના બસ્તરમાં થયેલા નક્સલી હુમલામાં કોંગ્રેસના તત્કાલિન પ્રદેશ અધ્યક્ષ નંદ કુમાર પટેલ અને કોંગ્રેસ નેતા મહેન્દ્ર કર્મા સહિત 28 લોકો માર્યા ગયા હતા.

BBC | ARCHIVE

તેમજ હાલમાં શું ઘટના બની છે.?

બુધવારે છત્તીસગઢમાં નક્સલી હુમલામાં 11 જવાન શહીદ થયા હતા. બીબીસીના અહેવાલ મુજબ આ હુમલામાં સુરક્ષા દળના 10 જવાન અને એક ડ્રાઈવરની મોત થઈ હતી. અહેવાલો અનુસાર, છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે, જ્યારે ગૃહમંત્રી અમિત શાહે તમામ શક્ય મદદ પૂરી પાડવાનું વચન આપ્યું છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, છત્તીસગઢમાં તાજેતરના નક્સલી હુમલા તરીકે શેર કરવામાં આવેલી આ તસવીર 10 વર્ષથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. હાલના નક્સલી હુમલાનો ફોટો હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:દસ વર્ષ જૂના ફોટોને હાલના નક્સલી હુમલાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Missing Context