જાણો તાજેતરમાં હરિયાણાના પાનીપત ખાતે પકડાયેલા નકલી EVM ની ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Missing Context રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગાડીમાં ભરેલા EVM મશીનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં હરિયાણાના પાનીપત ખાતેથી પકડાયેલા નકલી EVM નો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગાડીમાં ભરેલા EVM મશીનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2019 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 29 ફેબ્રુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં હરિયાણાના પાનીપત ખાતેથી પકડાયેલા નકલી EVM નો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો એક ફેસબુક યુઝર દ્વારા 12 મે, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, હરિયાણાના પાનીપત ખાતે નકલી ઈવીએમ મશીન પકડાયા હતા.

https://www.facebook.com/talim.gujjar.3/posts/pfbid0Xv7FM9tkHj4XZauidpRhtJK8BmVEqeKGzP3ziT5m6tap5rW92mkXCjbGKzDpH4GPl

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેની એક ટ્વિટ એક ટ્વિટર યુઝર દ્વારા 20 મે, 2019 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને આજ વીડિયો અંગેની માહિતી સાથેના સમાચાર dainiktribuneonline.com દ્વારા 13 મે, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે, આ રિઝર્વ મશીન છે. પાનીપતમાં કુલ 19 સેક્ટર છે. જેમાં દરેક સેક્ટરમાં એક-એક મશીન આપવામાં આવ્યા હતા. જ્યાં પણ મશીન બગડ્યું હોય ત્યાં આ રિઝર્વ મશીન પહોંચાડવામાં આવ્યા હતા અને બાકીના ઈવીએમ મશીન રિટર્ન જમા કરવામાં આવ્યા હતા. 

આ ઉપરાંત કોઈએ આ ઘટના અંગે ખોટી ફરિયાદ કરતાં ત્યાંના SDM વીણા હુડ્ડા, તાલુકા વિકાસ અધિકારી ડૉ. કુલદીપ તેમજ સાથી અધિકારીઓએ કોંગ્રેસના ઉમેદવાર કુલદીપ શર્મા અને અન્ય લોકોના સામે ગાડીમાં રાખેલ ઈવીએમ મશીન ખોલીને ચેક કર્યા જે કોઈ પણ ઉપયોગ વિનાના ખાલી હોવાનું સાબિત થયું હતું.

આ વીડિયો હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને કારણે હરિયાણાના માહિતી વિભાગે પણ આની નોંધ લેતાં તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતીખોટી હોવાનું જણાવ્યું છે. વધુમાં એ પણ જણાવ્યું છે કે, આ વીડિયો પર ચૂંટણીપંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસને ખોટી માહિતી ફેલાવનાર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું છે.
 

https://www.facebook.com/diprharyana/posts/pfbid02LsUrM5id39TeMo6YJjychyzBaV4doo4gYPKu71aiyMFXpCHGyTui4AGRx9hKuZ8rl

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગાડીમાં ભરેલા EVM મશીનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2019 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો તાજેતરમાં હરિયાણાના પાનીપત ખાતે પકડાયેલા નકલી EVM ની ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas 

Result: Missing Context