
ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ અોફિસિઅલ નામના ફેસબુક પેજ દ્વારા 9 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા સંજય રાઉતના ટ્વિટરના ફોટોમાં એવું લખવામાં આવ્યું છે કે, मेरी ताकत क्या हैं, ये उन लोगो से पूछो, जिनके पास 105 विधायक होने के बावजूद विपक्ष में बैठे है !! આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટના ફોટોમાં મૂકવામાં આવેલું ઉપરોક્ત ટ્વિટ સંજય રાઉત દ્વારા કરવામાં આવ્યું છે. આ પોસ્ટને 87 લોકોએ લાઈક કરી હતી. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં ફોટોમાં મૂકવામાં આવેલું ટ્વિટ સંજય રાઉત દ્વારા કરવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ સંજય રાઉત દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હોય એવા કોઈ જ સમાચાર કે માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમે ટ્વિટર પર સર્ચ કરતાં અમને સંજય રાઉતનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પ્રાપ્ત થયું હતું. જેમાં શોધ કરતાં અમને ક્યાંય પણ પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
પોસ્ટમાં સંજય રાઉતના ટ્વિટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેમાં ક્યાંય પણ એ ટ્વિટર એકાઉન્ટ સત્તાવાર હોય એવું સાબિત થતું નથી.

સંજય રાઉતનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ @rautsanjay61 છે, જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલું એકાઉન્ટ @SanjayRautFC છે જે એક નકલી ટ્વિટર એકાઉન્ટ છે.
નીચે તમે સંજય રાઉતના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ અને નકલી ટ્વિટર એકાઉન્ટ વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં સંજય રાઉત દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી નહીં પરંતુ ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં સંજય રાઉત દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી નહીં પરંતુ ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:સંજય રાઉતના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
