
Mantvya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દેશવાસીઓ માટે સારા સમાચાર, 73 દિવસમાં દેશને સરકાર તરફથી વિનામૂલ્યે મળશે કોરોના વેક્સિન #Corona #Vaccine #GoodNews #Covid19 ”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 468 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 19 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “73માં દિવસે દેશમાં કોરોનાની વેક્સિન આવશે જેને લોકોને વિનામૂલ્યે આપવામાં આવશે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB ARTICLE ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે શોધતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. દરમિયાન અમને વીટીવી ન્યુઝ દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સીરમ ઈન્સ્ટીટ્યુટ દ્વારા 73 દિવસમાં રસી શોધાઈ જવાના રિપોર્ટ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યુ હતુ કે, 73 દિવસએ માત્ર એક અનુમાન જ છે.”
ત્યારબાદ અમે બિઝનેસ ટુડેની વેબસાઈટ પર પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. 23 ઓગસ્ટ 2020ના પ્રસારિત આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે, કોવિસિલ્ડ વેક્સિન 73 દિવસમાં ઉપલબ્ધ થશે તે દાવો તદ્દન ખોટો છે.”
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા તેમના ફેસબુક પેજ પર આ અંગે સમજૂતી આપવામાં આવી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ સમજૂતી તમે નીચે જોઈ શકો છો.
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ પર આપવામાં આવેલો ખુલાસો પણ તમે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવી છે.

Title:શું ખરેખર 73માં દિવસે ભારતમાં કોરોના વેક્સિન આવી જશે….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
