
ગુજરાત મહેક નામના ફેસબુક પેજ દ્વારા 14 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ત્રણ આખો વાળો …..ભાગ્યે જ જોવા મળતો વિલક્ષણ જર્મન બાળક…..??? આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતો ત્રણ આંખોવાળો બાળક જર્મનીમાં જન્મ્યો છે. આ પોસ્ટને 16 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર જર્મનીમાં ત્રણ આંખોવાળા બાળકનો જન્મ થયો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને Up to Date News Technology દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 14 જુલાઈ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ‘જર્મની માં ત્રણ આંખ સાથે બાળક નો જન્મ થયો વાહ રે કુદરત તારી લીલા અપરંપાર છે…..’ પરંતુ આ વીડિયોને ધ્યાનથી જોતાં એ માલૂમ પડે છે કે, બાળકની ડાબી અને કપાળમાં રહેલી બંને આંખો એક જ જેવી છે અને એક સાથે જ પલકારા લઈ રહી છે.
નીચે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી બાળકની બંને આંખો વચ્ચેનો તુલનાત્મક ફોટો જોઈ શકો છો.

આ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એડિટિંગ કરીને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. અમુક શારિરીક કારણોને કારણે બાળકોમાં આ પ્રકારની ખામી સર્જાતી હોય છે. જે તમે ncbi.nlm.nih.gov પર જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ત્રણ આંખોવાળા બાળકનો વીડિયો એડિટિંગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ત્રણ આંખોવાળા બાળકનો વીડિયો એડિટિંગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર જર્મનીમાં ત્રણ આંખોવાળા બાળકનો જન્મ થયો…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
