
મારૂ નામ વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભક્તો……આટલી નિચ હદે?” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 98 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નરેન્દ્ર મોદી લેહમાં જેમને મળ્યા હતા તે ભાજપા નેતા છે. ગલવાન વેલીમાં ઘાયલ થયેલ સૈનિક ન હતા.”

નરેન્દ્ર મોદીના લેહના પ્રવાસ પર સોશિયલ મિડિયા પર ઘણી અફવાઓ ઉડવા પામી હતી. સૌપ્રથમ તો એવી અફવા ફેલાઈ હતી કે, નરેન્દ્ર મોદી લેહમાં સૈનિકોને મળ્યા હતા તે હોસ્પિટલ ન હતી. પરંતુ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યુ હતુ. જો કે, તે વાતનું આર્મી દ્વારા સ્પષ્તા કરવામાં આવી હતી કે તે હોસ્પિટલ જ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

હવે ફરી આ જ પ્રકારે પોસ્ટ સોશિયલ મિડિયામાં વહેતી થઈ છે અને ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લેહના પ્રવાસને લઈ દાવાઓ કરવામાં આવી રહી છે. અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને કોઈ ખાસ પરિણામો પ્રાપ્ત થયા ન હતા. ત્યારબાદ અમને તાજિન્દર પાલ સિંઘ બગ્ગાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પરથી કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ.
જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “તમને શરમ આવી જોઈએ. દરેક શિખ કડુ પહેરે છે, કડુ એ ગુરુ ગોવિંદ સિંહજીની નિશાની છે અને દરેક શીખે તેને પહેરવું ફરજિયાત છે. તમે લોકો ફક્ત પોતાનો પર્દાફાશ કરી રહ્યા છો અને ભારતને તમારો રાષ્ટ્ર વિરોધી ચહેરો બતાવી રહ્યા છો”
આ સિવાય તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા એક ટ્વિટ કર્યુ હતુ. જેમાં પોસ્ટ સાથે જે ફોટો શેર કરવામાં આવ્યો હતો તે ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે અમારી પડતાલને મજબૂત કરવા તાજિન્દર પાલ સિંઘ બગ્ગાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “હું લેહ ક્યારેય ગયો જ નથી. મારા નામે ખોટી રાજનીતી કરવામાં આવી રહી છે. પરંતુ આ પ્રકારે સોશિયલ મિડિયાનો દૂર ઉપયોગ ન કરવો જોઈએ.”
ECONOMIC TIMESના અહેવાલ માંથી પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો લેવામાં આવ્યો હોવાનું અમને જાણવા મળ્યુ હતુ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, તાજિન્દર પાલ સિંઘ દ્વારા આ વાતને નકારી દેવામાં આવી છે. તેમના નામે ખોટી અફવા ફેલાવવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યુ હતુ. તેઓ ક્યારેય પણ લેહ ગયા જ નથી.

Title:શું ખરેખર મોદી લેહમાં જેમને મળ્યા હતા તે ભાજપાના નેતા હતા….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
