
Sonal Zalavadiya Palak નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 183 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પંતાજલિની કોરોનાની દવા પ્રતિબંધ લગાવનાર ડોક્ટરને આયુષ મંત્રાલય દ્વારા કાઢી મુકવામાં આવ્યો.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આયુષ મંત્રાલય દ્વારા ડો. મુજાહિદ હુસેન ખરેખર નોકરી માંથી કાઢી મુકવામાં આવ્યા છે. પરંતુ, આવા કોઈ સમાચાર મળ્યાં ન હતા. આયુષ મંત્રાલયની વેબસાઇટની મુલાકાતમાં પણ આ પ્રકારના કોઈ સમાચાર પ્રાપ્ત થયા ન હતા.
આ કેસના સમાચાર મૂલ્યને ધ્યાનમાં લેતા આયુષ મંત્રાલયના આ નિર્ણયના સમાચાર ખોટા હોવાનું સામે આવ્યુ હતુ.
આયુષ મંત્રાલયે આ વાતનો ખુલાસો ટ્વિટર પર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કર્યો હતો. વાયરલ મેસેજનો સ્ક્રીનશોટ શેર કરતાં આયુષ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે આયુષ મંત્રાલયે કોઈ ડોક્ટર કે મેડિકલ અધિકારીને બરતરફ કર્યા નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી વાત તદ્દન ખોટી છે. કારણ કે, આયુષ મંત્રાલયે કોઈ ડોક્ટર કે મેડિકલ અધિકારીને બરતરફ કર્યા નથી.

Title:શું ખરેખર પંતાજલિની દવા પર રોક લગાવનાર ડોક્ટરને આયુષ મંત્રાલય દ્વારા કાઢી મુકવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
