
Uchhrang Jethwa નામના ફેસબુક યુઝર દ્વારા 9 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 😞😞😞 कुछ चीज़ें एकदम चौंका जाती है…. एकदम🥺 प्रधानमंत्री मोदी की भाभी भगवती बेन मोदी का कल अमदाबाद के सिविल सरकारी अस्पताल में बीमारी से मृत्यु हो गई । वो प्रहलाद भाई मोदी की धर्मपत्नी थी। देवर प्रधानमंत्री है और भाभी सरकारी अस्पताल में बीमारी की दवाई करवा रही थी। ऐसा देशभक्त कुटुम्ब कहा मिलेगा । प्रभु उनकी आत्मा को सदगति प्रदान करे । ॐ शांति ॐ शांति😞🙏🏻🙏🏻🙏🏻🙏🏻. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના ધર્મપત્ની ભગવતીબેન મોદીનું તાજેતરમાં જ બીમારીના કારણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નિધન થયું છે. આ પોસ્ટને 478 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 389 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 166 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના ધર્મપત્ની ભગવતીબેન મોદીનું તાજેતરમાં જ બીમારીના કારણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નિધન થયું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને Zee 24 Kalak દ્વારા 1 મે, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાભી ભગવતીબેન મોદીનું 55 વર્ષની વયે નિધન થયું. જે સમાચાર તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો.
gujarati.abplive.com | sandesh.com | mantavyanews.com
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના ધર્મપત્ની ભગવતીબેન મોદીનું એક વર્ષ પહેલા 1 મે, 2019 ના રોજ નિધન થયું હતું હાલમાં નહીં. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારની ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના ધર્મપત્ની ભગવતીબેન મોદીનું એક વર્ષ પહેલા 1 મે, 2019 ના રોજ નિધન થયું હતું હાલમાં નહીં.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈના પત્ની ભગવતીબેન મોદીનું અમાદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિધન થયું…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Partly False
