શું ખરેખર જૂનાગઢના સકરબાગમાં સિંહ દ્વારા યુવાન પર હુમલો કરવામાં આવ્યો..? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Hema Shukla નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.  “જૂનાગઢ – સક્કરબાગ ની ઘટના” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 22 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 11 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જૂનાગઢના સકરબાગમાં સિંહ દ્વારા યુવાન પર હુમલો કરવામાં આવ્યો.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને Mansour Elh Amani નામના યુટ્યુબ યુઝર દ્વારા તારીખ 28 ફેબ્રુઆરી 2020ના આ જ વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ઘટના Haan park સેનેગલ, ઈસ્ટ આફ્રિકામાં બનવા પામી છે. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને Kewoulo.info નામની વેબસાઈટનો એક આર્ટીકલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ “આ ઘટના Haan park સેનેગલમાં બની હોવાનુ જણાવવામાં આવ્યુ હતુ.” જે તમે નીચે જોઈ શકો છો. 

Kewoulo.info | Archive

તેમજ જે વ્યક્તિ પર હુમલો થયો તે વ્યક્તિનું MAKTV દ્વારા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ પણ કરવામાં આવ્યુ હતુ. જે પણ તમે નીચે જોઈ શકો છો. તેમજ સિંહ દ્વારા કરવામાં આવેલા હુમલાનો વિડિયો પણ તમે બીજા એંગલથી જોઈ શકો છો. 

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તે સકરબાગનો નથી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સકરબાગનો નહિં પરંતુ ઈસ્ટ આફ્રિકના સેનેગલમાં આવેલા Haan Park નો છે. 

Avatar

Title:શું ખરેખર જૂનાગઢના સકરબાગમાં સિંહ દ્વારા યુવાન પર હુમલો કરવામાં આવ્યો..? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False