શું ખરેખર અમદાવાદની ન્યુ યુએન મહેતા હોસ્પિટલના સીસીટીવી છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

વી કે ચોકસી પટેલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ફ્રેબુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. અમદાવાદ શહેર માં ન્યુ યુ.એન.મેહતા હોસ્પિટલ માં સી.સી.ટી.વી. ફુટેજ એટલે કે (વિડિઓ) ડરનો મોહલ જોવામાં આવ્યો છે. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યો હતા. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અમદાવાદ શહેરમાં ન્યુ યુએન મહેતા હોસ્પિટલના પાર્કિગમાં ટેબલ આપોઆપ હલવા માંડતા ડરનો માહોલ ફેલાયો છે.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આજતક દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે આ ઘટના ઉત્તરપ્રદેશના ગ્રેટર નોયડાના મહાગુન મોર્ડન સોસાયટીના બેઝમેન્ટની છે. જે સમગ્ર અહેવાલ તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

Dailytranding news દ્વારા પણ આ ઘટનાનો એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ત્યારબાદ અમે વિડિયોને ધ્યાનથી જોતા જમીન ઢાળ વાળી દેખાઈ રહ્યુ છે. તેમજ સીડીનો એક પાયો ટૂકો છે. તેમજ જમીન લપસણો છે. જ્યારે સીડી લપસવાનું શરૂ કરે છે. તે સમયે જ વિડિયો શૂટ કરવામાં આવ્યો છે.

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, કોઈએ ઘટનાને ટૂંક સમયમાં શૂટ કરી, કદાચ થોડીક બીક, તોફાન પેદા કરવા માટે અથવા પેરાનોર્મલ, ભૂત દાવા સાથે વાયરલ કરવા વિડિઓ બનાવ્યો હોઈ શકે છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમદાવાદનો નહિં પરંતુ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાનો છે.

Avatar

Title:શું ખરેખર અમદાવાદની ન્યુ યુએન મહેતા હોસ્પિટલના સીસીટીવી છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False