
Mehul Shashtri નામના ફેસબુક યુઝર દ્વારા 3 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આટલી મોટી નૌટંકી….કયો ડોક્ટર હિજાબ ( બુરખા ) પર અને જેકેટ પર પાટો બાંધે..આ જામિયા અને jnu વાળા પોતે તો મૂર્ખ છે…અને આખી દુનિયા ને બનાવવા માંગે છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જામીયાના વિદ્યાર્થીઓ દ્વારા નકલી પાટા બાંધીને લોકોને મૂર્ખ બનાવવામાં આવ્યા. આ પોસ્ટને 80 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 8 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર જામીયાના વિદ્યાર્થીઓ દ્વારા નકલી પાટા બાંધીને લોકોને મૂર્ખ બનાવવામાં આવ્યા છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને wefornewshindi.com દ્વારા 29 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, 15 ડિસેમ્બરના રોજ જામીયા મિલીયા યુનિવર્સિટીની અંદર મોટો હંગામો થયો હતો. જેમાં પોલીસ પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, પોલીસ દ્વારા હોસ્ટેલમાં અંદર ઘૂસીને વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો. જેમાં મિન્હાજુદ્દીન નામના એક યુવકની આંખોમાં દેખાતું બંધ થઈ ગયું. જેને પરિણામે 29 ડિસેમ્બર, 2019 ના રોજ જામીયાના વિદ્યાર્થીઓ દ્વારા આંખો પર પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને અન્ય મીડિયા માધ્યમો દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો.
news18.com | punjabkesari.in | millenniumpost.in
અમારી વધુ તપાસમાં અમને ઝફર અબ્બાસ નામના એક પત્રકાર દ્વારા પણ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને તેના ટ્વિટર હેન્ડલ પર મૂકવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તેની સાથે પણ એવી જ માહિતી આપવામાં આવી હતી કે, 15 ડિસેમ્બરના રોજ જામીયા મિલીયા યુનિવર્સિટીની અંદર મોટો હંગામો થતાં પોલીસ દ્વારા કરવામાં આવેલી ક્રૂરતાને પગલે પોતાની આંખો ગુમાવનાર મિન્હાજુદ્દીનના સમર્થનમાં જામીયાના વિદ્યાર્થીઓ દ્વારા એક આંખ પર પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.
વધુ એક ટ્વિટમાં પત્રકાર ઝફર અબ્બાસ દ્વારા વીડિયો પણ મૂકવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જામીયાના વિદ્યાર્થીઓ દ્વારા નકલી પટ્ટી બાંધીને લોકોને મૂર્ખ બનાવવામાં આવ્યા એ માહિતી ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જામીયાના વિદ્યાર્થીઓ દ્વારા નકલી પટ્ટી બાંધીને લોકોને મૂર્ખ બનાવવામાં આવ્યા એ માહિતી ખોટી છે. સત્ય તો એ છે કે, જામીયાના વિદ્યાર્થીઓ દ્વારા આંખ ગુમાવનાર વિદ્યાર્થી મિન્હાજુદ્દીનના સમર્થનના વિરોધમાં આ પ્રકારે આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર જામીયાના વિદ્યાર્થીઓ દ્વારા નકલી પટ્ટી બાંધીને લોકોને મૂર્ખ બનાવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
